Abtak Media Google News

સમગ્ર ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી વખત ક્રાંતિકારી પહેલ : તમામ ડિઝાઈનો કોપીરાઈટ

દુબઈના સુપ્રસિદ્ધ બુર્જ ખલિફા પ્રોજેકટમાં કામ કરનાર અને પેપ્સી, સોની, ડિઝની આઉડી જેવી વિશ્વ વિખ્યાત કંપનીઓનું ડિઝાઇનિંગ કરનાર ૨૧મી સદીના મોર્ડન ડિઝાઈનર કરીમ રસીદ સાથે મોરબીની ઇટાલિકા સિરામિકે હાથ મિલાવ્યા છે, મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝની ક્રાંતિકારી અને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી આ પહેલને કારણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.

છેલ્લા ૧૫ વર્ષથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રાહકો માટે બેનમૂન – અદભુત ક્વોલિટી ડિઝાઇનિંગ ટાઇલ્સ પ્રોડકશન કરી રહેલી ઇટાલિકા સિરામિક કંપની કદરદાન ગ્રાહકોને આધુનિક વિકાસશીલ રહેણાંક માટે બેજોડ ઉત્પાદનો પુરા પાડી રહી છે, જેમાં હવે ઇટાલિકા સિરામિકની યશ કલગી માં એક નવું પીછું ઉમેરવા જઈ રહ્યું છે અને એ છે આજના મોર્ડન યુગનો સિગ્નેચર કોન્સેપ્ટ.

ઇટાલિકા સિરામિક દ્વારા પોતાના વૈશ્વિકસ્તરના ગ્રાહકો માટે ૨૧ મી સદીના ટોચના મોર્ડન આર્ટિસ્ટમાં જેમની ગણના થાય છે અને અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રોમાં તેમના ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ટોપનું નામ ધરાવે છે અને તેમના ડિઝાઈનર કલેક્શનની બોલબાલા છે તેવા કરીમ રસીદની સંમોહિત કરી દેનારી ડિઝાઈનો ખાસ લોન્ચ કરવા સિદ્ધ હસ્ત આર્ટિસ્ટ કરીમ સાથે હાથ મિલાવ્યા છે.

કરિમ રશીદ પોતાના અદભુત, અજોડ, અને બેનમૂન મોર્ડન ડિઝાઈનો માટે જાણીતા છે ને જગવિખ્યાત બૂર્ઝ ખલીફા બિલ્ડિંગ પ્રોજેકટ સાથે જોડાયેલ હોવાની સાથે સાથે તેઓ આઉડી, સોની, પેપ્સી, સેમસંગ, ડિઝની, યુનિલિવર સહિતની કંપનીઓની ડિઝાઈનો તૈયાર કરી છે. અને છેલ્લા ૩૦ વર્ષથી કરીમ રસીદ પોતાની અવનવી અને લોઊંઓને સંમોહિત કરનારી મોર્ડન ડિઝાઇન આપવા માટે ખૂબ જ જાણીતા છે.4 10તાજેતરમાં મુંબઈની હોટલ સહારા સ્ટાર ખાતે ઇટાલિકા સિરામિક કંપની દ્વારા ભવ્યાતિભવ્ય સમારોહમાં માનવંતા ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર અને ગ્રાહકોની ઉપસ્થિતિમાં કંપની દ્વારા કરીમ રસીદની કો – બ્રાન્ડેડ ખાસ ડિઝાઈનર ટાઇલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ તમામ ડિઝાઇન વિશ્વ લેવલે પ્રથમ વખત જ રજૂ કરવામાં આવી હતી અને તમામ ડિઝાઇન કરીમ રસીદ દ્વારા ઇટાલિકા સિરામિક માટે રજીસ્ટર્ડ કોપીરાઈટ કરવામાં આવી છે.

સ્વર્ગથી પણ સુંદર કહી શકાય તેવી ટાઇલ્સ ડિઝાઇન કરનાર કરીમ રસીદ અને ઇટાલિકા વચ્ચે ખાસ કરારો થયા છે અને તઓએ ઉમેર્યું હતું કે હજુ તો આ શરૂઆત માત્ર છે આવનાર દિવસોમા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે કરીમ રસીદની ડિઝાઇન એક ક્રાંતિકારી બની રહેશે અને આ સિગ્નેચર કલેક્શન થકી ઇટાલિકા સિરામીક ગ્રાહકોને ઉમદા પ્રોડકટ આપી અન્ય કંપનીઓ કરતા અલગ જ તરી આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.