Abtak Media Google News

વીરદાદા જશરા નગરમાં નાતજમણ: નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

આજે રાજકોટમાં રધુવંશી મહાકુંભ યોજશે. પુ. વીરદાદા જશરાજના શોર્યદિને સમગ્ર લોહાણા નાત જમણમહાપ્રસાદનું નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટ, થેલેસેમીયા મુકત સમાજ ની દિશામાં નિર્ણાયક કદમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

નાત જમણના સૌ રધુવંશીઓને પધારવા રધુવંશી પરિવારે જાહેર અનુરોધ કરાયો છે. આ મહાકુંભની ત્રીજી વિશેષતા ઢોલરા સ્થિત દિકરાનું ઘર ના તમામ લોકોને આ મહાકુંભની અંદર પ્રસાદ લેવા અને જ્ઞાતિ ગંગાના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું તેમને પણ એમ થાય કે સમગ્ર સમાજ અમા રોજ પરિવાર છે. એવુ પ્રતિત થાય અને તેમને પણ જેમ સીનીયર સીટીઝનોને તેમ વૃઘ્ધોને રધુવંશી પરિવાર દ્વારા જે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં જ સૌની સાથે પ્રસાદ લેશે.

આજના રધુવંશી મહાકુંભમાં લાખો લોકો લોહાણા સમાજના પ્રસાદ લેવા પધારવા છે, ત્યારે એમને સમગ્ર કાર્યક્રમ સ્થળને વિમા કવચથી આવરી લેવામાં આવ્યું છે તેમજ દરેક ગતિ વિધી સી.સી ટીવી કેમેરાની અંતર્ગતમાં રહેશે એવી રીતે સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તદઉપરાંત આ વખતે વિશેષ વ્યવસ્થાના ભાગરુપે પરેશભાઇ વિઠલાણીને તેમજ તેમની ટીમ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને પરેશભાઇ વિઠલાણી દ્વારા અહા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અને તેમાં દરેક સુરક્ષાના સ્વયંસેવક વોકી ટોકી થી સજજ હશે.

આ રધુવંશી મહાકુંભમાં વિરદાદા જશરાજનગરની અંદર જે કોઇ રધુવંશી પરિવારો પ્રસાદ લેવા પધારશે તેમના સ્કુટર, ગાડી તથા વાહનોની પાકીંગની વ્યવસ્થા કોર્પોરેટર અતુલભાઇ રાજાણીના શીરે મુકવામાં આવેલ છે.

આજના જ્ઞાતિ ભોજનનું અને સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ સીટી ન્યુઝના નીતીનભાઇ નથવાણી દ્વારા જબરદસ્ત વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ નાત જમણમાં સીનીયર સીટીઝન માટે સુંદર મંડપની અંદર ટેબલ ખુરશી ઉપર બેસાડીને પ્રસાદ આપવાની અલદાયી વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ જ્ઞાતિજમણ મહાપ્રસાદનું અંદાજીત બે લાખથી વધુ રધુવંશીઓ પ્રસાદ લેશે.

મહાપ્રસાદમાં વપરાશે સામગ્રી

2 2 12 2 1૫૦૦૦ કિ.ગ્રા. ખાંડ, ૪૦૦૦ કિ.ગ્રા. બેસન, ૩૦૦૦ કિ.ગ્રા. ધંઉનો લોટ, ર૦૦૦ કિ.ગ્રા. ધોરવું, ર૦ ટન કાષ્ટ, ૭૫૦ કિ.ગ્રા. શુઘ્ધ ધી, ૩૦૦ ડબા તેલ, ૪૫૦૦ કિ.ગ્રા. ખીચડી, ૨૫૦ કી.ગ્રા. ડ્રાફફુટ, ૩૦૦ કિ.ગ્રા. મરચા પાવડર, ૧૦૦ કિ.ગ્રા. હળદર, પ૦ કિ.ગ્રા. ધાણાજીરુ, ર૦૦ ગુણી બટેટા, ૧૦૦૦ કિ.ગ્રા. રીંગણા, ૧૦૦૦ કિ.ગ્રા. કોબીચ, ૨૦૦ કિ.ગ્રા. મરચા, પ૦૦ કિ.ગ્રા. ગાજર, હિંગ તેમજ ગરમ મસાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.