Abtak Media Google News

શોપમાં સ્કીન કેર, હેરકેર, શાઈનર, બ્લીચ, ઈન્સ્ટ્રુમેન્ટ, આઈનીંગ મશીન, ઉપરાંત બ્રાઈડલ કલેકશનમાં દુલ્હન સેટ, બ્રોચ, મેકઅપ સહિત પાર્લરને લગતી તમામ મશીનરી ઉપલબ્ધ

13

હાલ લગ્નગાળાની સીઝન ચાલુ હોય લોકો અવનવા શણગાર સર્જવા સારામાં સારા લુક માટે બેસ્ટ પાર્લર, વેડીંગ સ્પેશ્યલ ચોલી, કૂર્તા, ફૂટવેરમાં સુઝ, મોજડી વગેરેમાં કંઈકને કંઈક આકર્ષક શોધતા હોય છે. અહી આપણે વાત કરવાની છે શહેરની ખ્યાતનામ જલારામ બ્યુટી વિશે જયાંથી સ્ક્રીન કેર, હેરકેર, સાઈનર, બ્લીચ, આઈનીંગ મશીન સહિત ઘણી બધી પ્રોડકટની જથ્થાબંધ સપ્લાય થાય છે. વધુ માહિતી માટે  અબતક મિડિયા સાથેની વાતચીત દરમ્યાન જલારામ બ્યુટી શોપના માલિક અતુલભાઈ ગંદાએ જણાવ્યું હતુ કે તેઓ વીસ વર્ષથી બ્યુટી પ્રોડકટસના ધંધા સાથે સંકળાયેલા છે. તેમની શોપમાં ઘણી બધી કંપનઓની પ્રોડકટ જોવા મળે છે. તેમની શોપમાં સ્ક્રીનકેર, હેરકેર, સાઈનર, બ્લીચ, ઈન્સ્ટુમેન્ટ, આઈનીંગ મશીન, કલર્સ મશીન, પાર્લરને લગતી તમામ મશીનરી તેમના સ્ટોરમાં ઉપલબ્ધ છે. સ્ક્રીન કેરમાં ફેશયલની કીટમાં સાથે રૂપીયાથી લઈ અને આઠ હજાર સુધીનો ભાવ જોવા મળે છે. લગ્નસરાની સીઝન હોવાથી બ્રાઈડલ કલેકશન વધુ ચાલે છે. દુલ્હન સેટ, બ્રીચ, સ્વીચ, મેકઅપ આ તમામ વસ્તુઓ વધુ ચાલે છે. દુલ્હન સેટમાં મોતી અને જડતર વધુ ચાલે છે. રિયલ ફલાવર જેવા જ આર્ટીફીશ્યલ બ્રોચ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શરૂઆતમાં ત્રીસથી ચાલીસ પાર્લરો વાળા તેમના ગ્રાહકો હતા. હાલમાં પંદરસાથેથી ૨૦૦૦ જેટલા ગ્રાહકો આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બધે જ તેમનો માલ સપ્લાય થાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પાર્લરોના ગ્રાહકો અમારે ત્યાથી વસ્તુની ખરીદી કરે છે.

11

ફ્કત પાર્લરોવાળાને જ  પ્રોડકટ સપ્લાય કરે છે. ડ્રેસીંગ સાથેના મેચીંગ કલેકશન પણ તેમને ત્યાં ઉપલબ્ધ છે. બીંદી અને બ્રોચ છેલ્લા પંદર વર્ષથી તેમનું મેન્યુફેકચર છે અને તેઓ સપ્લાય પણ કરે છે. તમારી ચોઈસને ધ્યાનમાં રાખીને બીંદી બનાવી દેવામાં આવે છે. તેમની શોપની વિશેષતા એ છેકે વ્યાજબી ભાવે અને ઓરીજનરલ વસ્તુ તેઓ વહેચે છે. તેમજ ઓછા નફાથી તેઓ ધંધો કરે છે. તેમના માટે ગ્રાહકો મહત્વના છે. સામાન્ય નફાથી ધંધો કરવામાં આવે છે. તેમની શોપમાં તમામ પાર્લરની વસ્તુની પૂરી રેન્જ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.