Abtak Media Google News
  •  યુવાન પર પાડોશી માતા પુત્ર એ છરી વડે હુમલો કર્યા

જામનગરના મચ્છરનગર વિસ્તારમાં તે પાડોશીઓ વચ્ચે દિવાલ બનાવવા બાબતે તકરાર થઈ હતી અને એક યુવાન પર પાડોશમાં રહેતા માતા પુત્ર એ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, જેથી માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે. પોલીસે માતા પુત્ર સામે હુમલા અંગેનો ગુન્હો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છર નગર પાછળ પુનિત નગર શેરી નંબર -2 માં રહેતા યુવરાજસિંહ અજિત સિંહ પરમાર નામના 39 વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોથી જયરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા તથા શોભનાબા પ્રવીણસિંહ જાડેજા નામના માતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

તેને માથાના ભાગે અને કપાળના ભાગે ઈજા થઈ હોવાથી પાંચ ટાંકા લેવા પડ્યા છે, અને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી હતી.

આ બનાવ મામલે જાહેર કરાયા અનુસાર  તેના પાડોશમાં જ રહેતા માતા- પુત્ર એ દીવાલ બનાવી હોવાથી, તે દીવાલના પ્રશ્ને બંને વચ્ચે ઝઘડો થયો હતો, અને તેના અનુસંધાને આ હુમલો કરાયાનું પોલીસના જાહેર થયું છે. જે મામલે સીટી બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.