Abtak Media Google News

કોર્પોરેટરના દાખલાનું ગેરકાયદે વેચાણ કરતા દંપતિને ભાજપ- કોંગ્રેસના નગરસેવકોએ જ પકડી પાડ્યા

જામનગરના સરકારી સંકુલોની આસપાસના વિસ્તારમાં કેટલાક ડમી માણસો દ્વારા કોર્પોરેટરના બનાવટી દાખલા સો સો રૂપિયામાં કાઢી આપવાનું કારસ્તાન સામે આવ્યું છે. ખુદ નગર સેવકોએ જ  પોતાના દાખલા નું વેચાણ કરી રહેલા એક દંપત્તિને પકડી લઈ પોલીસ મથકમાં સુપ્રત કર્યા છે. આ ઉપરાંત અન્ય કેટલીક વ્યક્તિઓ પણ સંડાવાયેલી હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Advertisement

જામનગર શહેરના શરૂ સેક્શન નજીક આવેલ સેવા સદનની બહારના ભાગે આવકના દાખલા કઢાવવા તેમજ ક્રિમિલર જેવા સરકારી ડોક્યુમેન્ટ બનાવવા માટે જરૂરી નગર સેવકના આવકના દાખલા ડુપ્લીકેટ બનાવી અને વેચાણ કરતા એજન્ટોને ખુદ નગર સેવકોએ પકડી પાડ્યા છે.

વોર્ડ નંબર -4-ના નગર સેવિકા રચનાબેન નંદાણીયા તેમજ વોર્ડ નંબર -2 ના નગર સેવક જયેન્દ્રસિંહ ઝાલા તેમજ વોર્ડ નંબર 23 ના નગરસેવક કેતન નાખવાના ડમી આવકના દાખલાઓ ઉપરોકત એજન્ટો પાસેથી પકડાયા હતા. જેઓને આગળની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશન ખાતે નગરસેવકો દ્વારા લઈ જવામાં આવ્યા છે, અને તેઓ સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

હાલમાં એક સ્ત્રી અને પુરુષ ઝડપાયા છે, જેવો દંપતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા તેઓની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. ઉપરાંત આ પ્રકરણમાં અન્ય કેટલીક વ્યક્તિઓની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓને પણ શોધવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.