Abtak Media Google News

જામનગર સમાચાર

તહેવારો વાર જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલક આવક થઈ રહી છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ કપાસના ભાવ ડાઉન મળતા હોવાથી ખેડૂતોમાં નિરાશ પણ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કપાસના એક મણ દીઠ 1500 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. તો ગત વર્ષે કપાસના એક મણ દીઠ મળતા 1800 રૂપિયા સુધીના ભાવ હતા. ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતા હોવાથી મોટી સંખ્યામાં મગફળી અને કપાસની આવક થઈ રહી છે ત્યારે આપા માર્કેટિંગ યાર્ડમાં હાલ તમિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરતા કરવા આવતા હોવાથી ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને 1100 થી લઈને 2000 સુધી મગફળીના ભાવ મળી રહ્યા છે ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ અમરેલી દેવભૂમિ દ્વારકા મોરબી ભાવનગર જૂનાગઢ સહિતના ખેડૂતો આપવા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા માટે આવી રહ્યા છે.

Whatsapp Image 2023 11 23 At 11.38.24 F1Abf00C
બીજી તરફ વાત કરવામાં આવે તો હાલાર પંથકમાં મોટાપાયે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે દિવાળી બાદ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને માંકેટિંગ યાદ ખાતે આવી રહ્યા છે. જ્યારે ગત ની સરખામણી હાલ કપાસના 200 થી 300 રૂપિયા જેટલો ભાવ નીચો મળતા ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગત વર્ષે ખેડૂતોને 1700 થી 1800 સુધી ભાવ મળી રહ્યા હતા. ત્યારે હાલ માત્ર ખેડૂતોને 1100 થી લઈને 1500 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ખેડૂતોને કપાસનું વાવેતર, જંતુનાશક દવા તેમજ તેની ખેતી ખૂબ જ મોંઘી થતી હોવાથી ખેડૂતોને જે ભાવ મળી રહ્યા તે પોષણસમ ભાવ ન હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જેને લઈને ખેડૂતો સરકાર સામે સહાયની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ માવઠું થવાથી ખેડૂતોના કપાસને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.તો હાલ એક તરફ માવઠા ના હિસાબે નુકસાન થયું છે તો બીજી તરફ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ભાવ પણ ઓછા મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.