Abtak Media Google News

જામજોધપુર તાલુકાના સખપુરની વાડીમા અંગ્રેજી શરાબ ઉતારાતો હતો

જામનગર એલ.સી.બી.એ જામજોધપુર તાલુકામા દરોડો પાડી….૩૬૦ બોટલ સાથે ૨ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુના મા ૩ શખ્સો ફરાર છે.

હાલના સમયમાં વિદેશી દારૂનું વેચાણ દિવસે ને દિવસે વધવામાં છે ત્યારે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જામનગર એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી. તે પ્રમાણે અરજણ કાના મોરી ….અરજણ ગોગન રબારી…સુમીત પોલા મોરી…..રામા દેવા કોળી એમ ચાર શખ્સો ગોગન રબારીની વાડીમા દારૂ ઉતારે છે.

માટે એલ.સી.બી.પી.આઇ. આર.એ.ડોડીયા ….પી.એસ આઇ વી.એમ. લગારીયા …વી.વી.વાગડીયા…સ્ટાફના જયુભા ઝાલા…વશરામભાઇ આહીર ..બસીરભાઇ મલેક…હરપાલસિંહ સોઢા…હરેન્દ્રસિંહ જાડેજા…ભરતભાઇ પટેલ…શરદભાઇ…નાનજીભાઇ…દિનેશભાઇ……કમલેશભાઇ…ગજેન્દ્રસિંહ …કરણસિંહ…………….નિર્મળસિંહ……એ.બી.જાડેજા….અરવિંદગીરી એ સખપરમા ગોગન રબારીની વાડીમા દરોડો પાડ્યો હતો.

આ દરોડા મા એલ.સી.બી.એ ૩૬૦ બોટલ અંગ્રેજી દારૂ સાથે સુમીત અને રામા ની ધરપકડ કરી છે. આ ગુનામા અરજણ કાના….અરજણ ગોગન…તેમજ દારૂ સપ્લાયર ધૈયા રૈયા સેલાણા એમ ૩ ફરાર છે. આ પાંચેય શખ્સો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.