Abtak Media Google News

ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં મરામત અને નિભાવની કામગીરી અંતર્ગત તા. ૨૧ અને ૨૨ના રોજ શટડાઉન જાહેર

ઢાંકી પંપીંગ સ્ટેશનમાં મરામતની અને મેન્ટેનન્સની કામગીરીને કારણે મોરબી, જામનગર અને કચ્છ જિલ્લો પ્રભાવિત થવાનો છે. આ ત્રણેય જિલ્લામાંથી બે દિવસ પાણીમાં ૫૦ ટકા જેવો કાપ પડવાનો છે માટે બે દિવસ લોકોને હાલાકી પડવાની છે.

ગુજરાત વોટર ઇન્સ્ટ્રક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા મોરબી જામનગર અને કચ્છ જિલ્લામાં પીવાના પાણીના હેતુ માટે કેરો વોટર સપ્લાય કરવામાં આવે છે તે યોજના અંતર્ગત ઢાંકી પંપીગ સ્ટેશન (એનસી ૩૦)માં મરામત અને નિભાવની કામગીરી કરવામાં આવનાર હોય તારીખ ૨૧ અને ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ શટડાઉન રાખવામાં આવ્યું હોવાનું ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જાહેર કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન મોરબી, જામનગર અને કચ્છ જિલ્લા વિસ્તારના લાભાર્થીઓને ૫૦ જેટલો પાણીનો જથ્થો ઓછો મળવાની સંભાવના છે જેના લાભાર્થી ગામ શહેર અને નગરપાલિકાઓની જનતાને નોંધ લેવા જનરલ મેનેજર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.