Abtak Media Google News

જાપાનના લડાયક પ્રદર્શનથી બે વખત બરોબરી મેળવી

જાપાને સેનેગલ સામેની મેચમાં જબરદસ્ત કમબેક બે વખત પાછળ રહ્યા બાદ ગોલ ફટકારીને મેચને ૨-૨ થી ડ્રો કરી હતી. સેનેગલને ૧૧મી મીનીટે તાકાશી ઇનુઇએ ગોલ ફટકારીને જાપાને બરોબરી આપી હતી. હાફ ટાઇમે બંને ટીમો ૧-૧ થી બરોબરી પર રહી તી જો કે સેનેગલની રમત ચડીયાતી રહી હતી. પરંતુ ડિફેન્સની કમજોરીને કાણે જાપાનીઝ ખેલાડીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. આખરે મેચની ૭૪મી મીનીટે સેનીગબના ૧૯ વર્ષના ખેલાડી મુસા વાગ્યુઇએ ગોલ ફટકાર્યો હતો. એ આંતરરાષ્ટ્રીય ફુટબોલના સનીયર ટીમ તરફથી તેનો સૌ પ્રથમ ગોલ હતો.

હાર તરફ ધકેલાઇ રહેલા જાપાને મેચની ૭રમી મીનીટે તેના સીનીયર ખેલાડી કેઇસુકે હોન્ડાને મેદાન પર ઉતાર્યો હતો. તેણે મેદાન પર ઉતરતાં જ કમાલ દેખાડયો હતો અને ૭૮મી મીનીટે ગોલ ફટકારીને નાપાનને બરોબરી અપાવી હતી. આ સમયે જ તે ત્રણ વિવિધ વર્લ્ડકપના ગોલ ફટકારી ઇતિહાસ રચનારો પ્રથમ જાપાનીઝ ખેલાડી બન્યો હતો આ સાથે જ ગ્રુપ એચની સ્થિતિ રસપ્રદ બની હતી તેણે વર્ષ ૨૦૧૦ ના ૨૦૧૪ ના અને ૨૦૧૮ માં વર્લ્ડ કપમાં તેણે ગોલ કર્યા હતા. આ ગ્રુપમાં અન્ય બે ટીમો પોલેન્ડ અને કોલંબીયાની છે જેની વચ્ચે મુકાબલો રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.