Abtak Media Google News

આજે ગુરૂવારે જસદણની પેટા ચૂંટણી છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થઇ ગયું છે. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. બાદમાં તેમની દીકરી ભાવનાબેને તિલક કરી કહ્યું હતું કે,

Advertisement

આ વિજય તિલક છે સારી લીડથી જીત નોંધાવો. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા અને મતદાન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા.

કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આજનું મતદાન જસદણની જનતા માટે ઐતિહાસિક મતદાન હશે. જસદણ બેઠકમાં જીતનો રેકોર્ડ 21000 છે જે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતે તેવો દાવો કર્યો છે.

અવસરભાઈ નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પરિવાર સાથે આસલપુરમાં કર્યું મતદાન

Untitled 3 3

જસદણ વિધાન સભા પેટા ચૂંટણી  માટે આજે મતદાન શરૂ થઈ ગયુ છે. સવારે 8 વાગ્યાથી જ મતદાન શરૂ થયું હતું. તમામ મતદાન મથકો પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ ના ઉમેદવાર અવસરભાઈ નકીયા એ પોતે જે છકડો ચલાવતા તેમાં જ પોતાના પરિવાર સાથે માતાજી ના મન્દિર એ  દર્શન કરી ગયા હતા. ત્યાર બાદ ગામના ઠાકર મંદિરે દર્શન કરી અને આસલપુર પ્રાથમિક શાળા માં અવસરભાઈ એ પ્રથમ મતદાન કરું હતું અને પોતાની જીત નો વિશ્વાસ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.