Abtak Media Google News

પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું: મેડીકલ એવિડન્સ અને ભોગ બનનારની ઉંમર ધ્યાને લઇ લેવા સરકારી વકીલની દલીલ

જસદણ પંથકમાં 2026માં સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજારવાના બનાવવાનો કેસ રાજકોટની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશએ આરોપીને આજીવન કેદ અને 50000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જસદણ તાલુકાના બાખલવડ ગામના જયસુખ ઉર્ફે રોબર્ટ ધીરુ ડાભી નામના શખ્સે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપે  અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યાની  ભોગ બનનાર ના પિતાએ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે જયસુખ ઉર્ફે રોબોટ ડાભી ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો.

Img 20221017 Wa0028

તપાસનીશ દ્વારા  રાજકોટની પોકસો કોર્ટમાં ચાર્જસીટ રજુ કરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ  સરકારી વકીલ આબિદ સોસન ઉપસ્થિત રહી ફરિયાદી તરફે કેસના મહત્વના સાહેદો ફરિયાદી અને ભોગ બનનારએ બનાવને સમર્થન આપેલું તેમજ ભોગ બનનાર સાથે બનેલ બનાવને મેડિકલ એવિડન્સ અને  પરીક્ષણ અહેવાલથી  દુષ્કૃતને સમર્થન મળેલું. ફરિયાદ પક્ષે 23 થી વધારે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલા સાહેદોને તપાસવામાં આવેલા કોર્ટ સમક્ષ આવેલા પુરાવામાં સરકારી વકીલ ની મુખ્ય દલીલમાં સમાજ વિરોધી ગુનો હોય અને ભોગ બનનાર ની ઉંમરને ધ્યાને લેતા આરોપીએ સગીરા સાથે જે કૃત્ય કરેલું છે.

તે કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય આરોપી સામે પૂરતા પુરાવા મળી આવતા હોય તેમજ  સરકારી વકીલની દલીલ અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ ન્યાયાધીશએ આરોપીને આજીવન કેદ અને 50000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર તરફે મદદની સરકારી વકીલ આબિદ સોસન રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.