Abtak Media Google News

દેશના ટોપ 6માં અમદાવાદના અનંત કીદામ્બીનો સમાવેશ

દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ એટલે કે IIT અને NIT માં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામનું પરિણામ જાહેર થયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી મારફતે 24 થી 26 ફેબ્રુઆરીથી સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાંથી 6.5 લાખ જ્યારે રાજ્યમાંથી અંદાજે 30 હજાર જેટલા એ ગ્રુપના વિદ્યાર્થીઓએ JEEની મુખ્ય પરીક્ષા આપી હતી. જે પૈકી દેશભરમાંથી 6 વિદ્યાર્થીઓ એવા છે, કે જેમને 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જેમાં અમદાવાદ અનંત કીદામ્બીનો સમાવેશ થાય છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જારી કરેલ યાદીમાં દેશભરના કુલ 41 ટોપર્સનો સમાવેશ થાય છે. જેમાં અનંત કીદામ્બીનો દેશના ટોપ 6 વિદ્યાર્થીઓનોમાં શમાવેશ થાય છે, જ્યારે ગુજરાતમાં પહેલો નંબર મેળવ્યો છે.

અત્યાર સુધી વર્ષમાં બે વાર JEEની પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે પહેલી વાર વર્ષમાં ચાર વાર JEE મુખ્ય પરીક્ષા લેવાનાર છે. જે પૈકી પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાઈ, આગામી પરીક્ષા માર્ચ, એપ્રિલમાં લેવાશે. મે મહિનામાં દેશના અલગ અલગ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ચોથી વાર JEEની મુખ્ય પરીક્ષા લેવાશે. આ 4 પરીક્ષા પૈકી વિદ્યાર્થીનું જે પરીક્ષામાં સર્વોચ્ચ પરિણામ આવે તે માન્ય રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે અને ગમતી IIT કે NITમાં પ્રવેશ મેળવી શકે તે માટે પહેલીવાર વિદ્યાર્થીઓ 4 વાર પરીક્ષાના વિકલ્પ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.