Abtak Media Google News

ગળું ભરાય એવી આ જ્વેલરીને વિદેશી ડિઝાઇનરો પણ ખૂબ વખાણે છે

ફિલ્મ જોધા અકબરમાં ઐશ્વર્યા રાયના ગળામાં આખું ગળું ભરાઈ જાય એવા ટાઇટ નેકલેસ યાદ હશે. તાજેતરમાં સોનમ કપૂરે પણ કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પોલકી ડાયમન્ડનો ચોકર પહેર્યો હતો. આ પ્રકારના ચોકર કે હાંસળી સ્ટાઇલના નેકલેસ આજે પણ લગ્નપ્રસંગોમાં ટ્રેન્ડમાં છે.

હવે તો ટ્રેડિશનલ જ્વેલરી હોય કે મોડર્ન ઍક્સેસરીઝ, ચોકર ફેવરિટ મસ્ટ હેવ બની ગયા છે. ભારતના જ નહીં, હવે તો કેટલાક ઇન્ટરનેશનલ ડિઝાઇનરો પણ ચોકર નેકલેસને વધુ હિટ બનાવી રહ્યા છે અને પરિણામે આ જ્વેલરીને આ વર્ષનો જ્વેલરી ટ્રેન્ડ બનાવી દેવામાં આવ્યો છે. બોલીવુડમાં સોનમ કપૂર હોય કે પછી હોલીવુડની ડિઝાઇનર વિક્ટોરિયા બેકહેમ, ચોકર નેકલેસ બધા જ પ્રિફર કરી રહ્યા છે.

શેની સો પહેરવો?

સાડી અને ચણિયાચોળી સો ડાયમન્ડ કે પોલકીનો ચોકર નેકલેસ, જ્યારે વેસ્ટર્ન આઉટફિટ્સ સો પણ કોપર અને જેમસ્ટોન્સનો નેકલેસ લોકો પહેરવાનું પસંદ કરી રહ્યા છે. ચોકરની ડિઝાઇન સ્ટ્રેઇટ અવા ગોળાકાર હોઈ શકે અને એ ગળાના શેપ પ્રમાણે પસંદ કરી શકાય. એ સિવાય બ્લાઉઝ કે ડ્રેસની નેકલાઇન પણ ચોકરની પસંદગીમાં મોટો ભાગ ભજવે છે.

ચોકર પહેરવો હોય ત્યારે નેકલાઇન બ્રોડ અને થોડી લો હોવી જરૂરી છે. જો નેકલેસની કિનારી નેકલાઇનને અડી જાય તો એવો નેકલેસ પહેરવાનો કોઈ ર્અ ની. એટલે નેકલેસ અને ડ્રેસ વચ્ચે ઓછામાં ઓછો બેી અઢી સેન્ટિમીટરનો ગેપ હોવો જરૂરી છે.

ફિટિંગ

ચોકર ગળા પર ફિટ બેસે એવો નેકલેસ હોવાી એ પર્હેયા બાદ તમે કમ્ફર્ટેબલ ફીલ કરો એ પણ જરૂરી છે. ચોકર એટલો પણ ટાઇટ અને ભરાવદાર ન હોવો જોઈએ કે ગભરામણ વા લાગે અને એટલો લૂઝ પણ ન હોવો જોઈએ કે લચી પડે. એ સિવાય ચોકરમાં ફક્ત આગળની સાઇડ જ નહીં પણ આખા ગળા ફરતે પહોળાઈ એકસમાન હોય છે એટલે ગરદન હલાવવામાં કમ્ફર્ટ રહેવો જોઈએ.

ગરદન અને ચોકર

જો ખૂબ ટૂંકી ગરદન હોય તો ચોકર નેકલેસ પહેરવાનું ટાળવું, કારણ કે એમાં ગરદન વધુ ટૂંકી લાગશે. જોકે પહેરવો જ હોય તો ચોકર સ્ટાઇલનો પણ ોડો પાતળો નેકલેસ પહેરી શકાય. એમાં જો વચ્ચે પેન્ડન્ટ હશે તો પણ સારું લાગશે. ચોકર અને હાંસળી જેવા નેકલેસ લાંબી ગરદન માટે બનેલા છે. એ લાંબી ગરદનને સુંદર લુક આપે છે અને શોભે પણ છે.

ફક્ત ચોકર

ચોકર પહેરો ત્યારે ગળામાં બીજો કોઈ લાંબો નેકલેસ પહેરવાનું ટાળો, તમારાં લગ્ન હોય તો પણ; કારણ કે ચોકર જેવા ભરાવદાર નેકલેસનો ચાર્મ ત્યારે જ ઊઠીને દેખાય છે જ્યારે એને એકલો પહેરવામાં આવે. જો લાંબો નેકલેસ પહેરવો હોય તો ચોકરની પહોળાઈ ખૂબ ઓછી  રાખવી. એ સિવાય ચોકર સો ઈયરરિંગ્સ લટકણિયાં નહીં પણ સ્ટડ સ્ટાઇલનાં હોવાં જોઈએ જેી જ્વેલરીનો લુક ગોડી ન લાગે.

વેસ્ટર્ન ચોકર

વેસ્ટર્ન આઉટફિટ્સ સો અવા ફોર્મલ ગાઉન સો ચોકર પહેરવો હોય તો પ્લેન ગોલ્ડના પતરા પર હેમરિંગ કરેલો અવા ટેક્સ્ચરવાળો નેકલેસ સારો લાગશે. એ સિવાય કોપર અવા બ્રાસ પર રંગબેરંગી જેમસ્ટોનવાળો ચોકર પણ વેસ્ટર્ન આઉટફિટ્સ સો સારો લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.