Abtak Media Google News

મુશ્કેલીમાં પણ સૌ પરિવાર સાથ આપતાં, માણસ “આનંદોત્સવ સાથે જીવન પસાર કરતો

પપએક અકેલા થક જાયેગા,મિલકર બોજ ઉઠાન સાથી હાથ બઢાનાસ્ત્ર વર્ષો પહેલાનાં ફિલ્મગીતમાં જીવનની ફિલસુફી સમાયેલી છે. આપણે વર્ષો પહેલા એક રસોડે બધા ભેગા રહેતા. વિશાળ પરિવાર એકમેકના સથવારે આનંદ કિલ્લોલથી રહેતા. આને સયુંકત કુટુંબ કહેવાય છે.આજના યુગમાં તેમાથી અલગ થઈને વિભાજીત થઈને પવિભકત કુટુંબથ તરીકે રહેવા લાગ્યા, થોડો સમય સા‚ લાગ્યું પણ મુશ્કેલી સમયે ફરીએ સંયુકત પરિવારની ભાવના, પ્રેમ, હુંફ લાગણીનું યાદોનું સરોવર ગમવા લાગે છે.

Knowledge Corner Logo 4 2

વર્ષો પહેલા ગામડામાં કે નગરો મા-બાપનાં બધા દિકરા સાથે રહેતા વિવાહ થતાં, સંતાનો થતાંને પરિવાર મોટો થતો જતો વિશાળ ફળિયા લાંબો ઊંબરોને ઓસરી ઉતાર ‚મ એ વખતની બાંધકામની કોમન ડિઝાઈન હતી.નળીયા વાળા મકાન માણસો સુખેથી જીવતાં હતા.એ પણ તણાવ મુકત આજે જેને શોધવા માણસો યોગા ધ્યાન કરે છે, પૈસા ખરચીને મેળવે છે. તે એ જમાનામાં ફિમ મળતું પારિવારિક ભાવના, નાની-મોટી મુશ્કેલીમાં સૌનો સાથ સૌનો વિકાસ કરતો હતો.નબળો ભાઈ પણ સબળો બની જતો.

પરિવારનાં સંતાનોને કુટુંબ પરિવાર-વડિલો દાદા-દાદીની વાર્તા જેવી ગોલ્ડન વસ્તું કયાંય શોધવા જવી પડતી નહીં. બધુજ પરિવારમાં સયુંકત રીતે મળી જતું. માણસોમાં ત્યારે સહન શકિત સહભાગીદાર કામ વહેંચણી એકબીજાને મદદ જેવા તમામ ગુણો સાથે જીવન મુલ્ય શિક્ષણ વગર નિશાળે શિખવા મળી જતું. સંતાનો કયારે મોટા થઈ જતાં ખબર પણ ન પડે ફેમીલીન પ્રસંગોનો આનંદ સાથે વડિલનો પરિવાર પર અંકુશ કોઈનામાં ખરાબદુષણ આવવા દેતા નહી વડિલોની સામાન્ય પળાતી, કોઈ સામે કે ઉંચા અવાજે  બોલી શકતા નહી. આજ વાત તેનાં સંતાનોમાં આપોઆપ આવી જતાં. પેઢી દર પેઢી કુંટુંબ પરિવારની શાખ જ્ઞાતિમાં તેમજ ગામનગર કે શહેરમાં પ્રસરતી હતી.અને આને કારણેજ વિવાહ જેવા પ્રસંગોમાં કયારેય મુશ્કેલી પડતી નહી.

જેમ જેમ કુટુંબ ભાંગતુ ગયુ. શિક્ષણ વધ્યુ વિચારો બદલાયાને પરિવાર તુટીને વિભકત પરિવારમાં ફેરવાળા, ખોબા ને ઘણી બધી બદીઓ સાથે આર્થિક સામાજીક અને માનસિક રીતે મુશ્કેલીઓ વધવા લાગી, આજે આવા પરિવારોને તેમાંજ મા-બાપ ગમતાં નથી. જમીન મિલ્કતનાં ભાગે કોર્ટ-કચેરીને બે ભાઈ વચ્ચે કે પિતા પુત્ર વચ્ચે ઝગડા થવા લાગ્યા છે.સયુકત માંથી  વિભકત પરિવાર થતાં પારાવાર મુશ્કેલી આવી પડી છે.પણ હવે મોડું થઈ ગયું છે. જર જમીરને જો‚ જેવી બાબતોને કૌટુંબિક ઝગડાઓ વધવા લાગ્યા છે ત્યારે વર્ષો પહેલાની કુંટુંબ વ્યવસ્થા જ સારી હતી તેમ સૌ કોઈ સ્વીકારે છે.અત્યારે આપણાં સંતાનોને શિક્ષણ સિવાય જે કાંઈ પ્રવૃતિ કરાવીએ છીએ પૈસા આપીને !! તે તમામ ગુણો પરિવારમાંજ શીખવા મળી જતાં આજે ઘણા કુંટુંબો આજે પણ સંયુકત પરિવારમાં આનંદથી રહે છે.સંયુકત પરિવારમાં પરિવારના સંતાનો-છોકરીઓ સ્ત્રીઓ સૌ સાથે મળીને તહેવારો ઉજવતાં પ્રસંગો ઉકેલતાને એક બીજાના સથવારે મોટા કામો પળવાર માંજ ઉકેલતા હતા દાદા-દાદી, કાકા-કાકી, ભાઈ-ભાભી જેઠ કે દેરનાં સંબંધોમાં પણ મીઠાશ રહેતી માથે સફેદવાળનાં છાપરા વાળા વડીલ મોભીનો પડયો  બોલજીલાતો હતો.આજે આપણે પૈસા ખરચીનને શેરી રમતો ફરતાં અને આનંદ કરતાં. આજે મોંઘવારીમાં બે છેડા માંડ ભેગા કરતો વિભકત કુટુંબનો મોભી કેટલી યાતના ભોગવે છે એ આપણે બધા જાણીએછીએ.

આજે આપણે એક-બે પ્રસંગ પારપાડી શકતા નથી ત્યાં એ લોકોએ તમામ-ભાઈ-બેનનાં લગ્ન ધુમધામથીએ જમાનામાં ભવ્યરીતે કરેલ જ હતા.કયારેક કોઈ લોન લેવા ગયુ ન હતું.!! પ્રેમસભર વાતાવરણમાં, એકમેકના સથવારે રહેવાની કોઈ લૌટા દે… મેરે બિતે હુએ દિન પ્યારે..પ્યારેપણ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.