Abtak Media Google News
  • જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા

ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળો તા.5 માર્ચ થી તા.8 માર્ચ દરમિયાન યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી સ્વયંભૂ રીતે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. ત્યારે આ મેળામાં પધારતા ભાવિકો સહિતનાઓ માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વાહન પાર્કિંગ સ્થળ નિયત કરવામાં આવ્યા છે.જાહેરનામા મુજબ 2 જાહેર પાર્કિંગ સ્થળો નિયત કરવામાં આવ્યા છે.

જેમાં નીચલા દાતાર પાસેની ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો અને ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે.   તમામ પ્રકારના વાહનો માટે નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળોમાં શશીકાંત દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર), ડોલરભાઈ કોટેચાની વાડી (જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા) મજેવડી રોડ, કાળુભાઈ સુખવાણીની વાડી તરીકે ઓળખાતી જમીન મજેવડી- ભવનાથ રોડ અને અશોકબાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે વાહનો પાર્ક કરી શકાશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ   એન.એફ. ચૌધરીએ મળેલ સત્તાની રૂએ આ વાહન પાર્કિંગ સ્થળ જાહેર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.