Abtak Media Google News

ગણતરીના દિવસો પહેલા અપાયેલ નોટીસમાં કંપની ઘુંટણીયે

જુનાગઢ ફાઈનાન્સ સેકટરમાં હાલ ડીએચએફએલ કંપની દ્વારા ગ્રાહકોની મંજુર થયેલી લોન આપવામાં કંપની ગલ્લા-તલ્લા કરતી હોવાની ફરિયાદ વધુ એક બહાર આવતા ફાઈનાન્સ સેકટર તેમજ બાંધકામ ક્ષેત્રમાં ચર્ચા ઉઠવા પામી છે. ગ્રાહકો માથે લોન મંજુરીનું ગાજર ટીંગાડી ગ્રાહકોને દસ્તાવેજ કરાવ્યા પછી અથવા બાંધકામ કરી લીધા પછી ગ્રાહકોને મંજુર થયેલી લોનના ચેક આપવાને બદલે સ્થાનિક સ્ટાફ દ્વારા ઠેંગો દેખાડાતા ગ્રાહકોમાં પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં આ અંગે અગાઉ એક ગ્રાહકે સી.ઈ.ઓ ને નોટીસ પાઠવતા કંપની ગ્રાહકના ઘુંટણીયે લોનના ચેકો આપ્યાનું જાણવા મળેલ છે.

આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢમાં સીવીલ ઈન્જીનીયર તરીકે વ્યવસાય કરતા શ્યામલ આર.સોલંકીએ ડીએચએફએલ કંપનીના સીઈઓને પોતાના હાઈકોર્ટ એડવોકેટ જીતેન્દ્ર બી.વાજા મારફત ફોજદારી કલમ ૪૨૦ તેમજ ૧૨૦ (બી) તેમજ કંપની એકટની ધારાઓ અન્વયે નોટીસ પાઠવતા ફાઈનાન્સ સેકટરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ ફાઈનાન્સ સેકટર સાથે બાંધકામ સેકટરમાં પણ આ અંગે ગરમા ગરમ ચર્ચાઓ ઉઠવા પામી છે.

ગત તા.૨/૧૧/૨૦૧૮ના એડવોકેટ જીતેન્દ્ર બી.વાજા દ્વારા ડી.એચ.એફ.એલ. સીઈઓને નોટીસ પાઠવતા જણાવાયું હતું કે, તેમના અસીલ શ્યામલ આર.સોલંકીને ૭ લાખ ‚પિયાની રકમના ચેકની ઝેરોક્ષ તેમજ લોન મંજુર થયાની જુનાગઢ સ્થાનિક ઓફિસમાંથી ખાતરી અપાઈ હતી.

આ ખાતરી બાદ આર્કીટેક ઈન્જીનીયર શ્યામલ આર.સોલંકીએ બાંધકામ કાર્ય પૂર્ણ કરી દઈ આ અંગેની ડીએચએફએલની જુનાગઢની સ્થાનિક કચેરીને માહિતી આપતા મંજુર થયેલ લોન અંગે સ્થાનિક કચેરીમાંથી ઠેંગો દેખાડી દેવાતા એન્જીનીયર શ્યામલ સોલંકી પોતાના હાઈકોર્ટના વકીલ જીતેન્દ્ર બી.વાજાને સઘળી હકિકતથી વાકેફ કરાવતા એડવોકેટ ડીએચએફએલ સીઈઓ એકસીસ બેંકના ચેક નં.૨૨૧૭૨૨ની રકમ રૂપિયા ૭ લાખ ચુકવી આપવા નહિતર ત્રણ દિવસ બાદ ભારતીય દંડ સહિંતાની ધારા ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) તેમજ કંપની એકટ મુજબની કાનુની કાર્યવાહી થવાની ચીમકી ઉચ્ચારતી નોટિસ પાઠવાતા ફાઈનાન્સ સેકટર તેમજ બાંધકામ ઉધોગમાં આ અંગે ચર્ચાઓ ઉઠવા પામી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.