Abtak Media Google News

Police

 પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ‘અબતક’ મિડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, સીબીઆઈના પૂર્વ જોઈન્ટ ડીરેકટર

એ.કે.શર્મા સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઈ  કુંડારીયા, ભાજપ અગ્રણી રાજુભાઈ રાણા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઉપસ્થિત રહેશે

‘અબતક’માં ‘પોલીસ વેદના સંવેદના’ શિર્ષક હેઠળ ધારાવાહિક પ્રગટ થઈ ‘તી

Screenshot 2 21

એક સમયના લોકપ્રિય પોલીસ અધિકારી અને નિવૃત થયા બાદ સક્રિય એવા નિવૃત એ.સી.પી. એસ.બી. ગોહિલ દ્વારા લીખીત પુસ્તક ‘એક પોલીસ અમલદારના અનુભવો’નું વિમોચન રાજકોટ ખાતે હેમુગઢવી હોલમાં તા. 11-6-23 રવિવારના રોજ થશે.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સીબીઆઈ જોઈન્ટ ડીરેકટર એ.કે. શર્મા તથા શહેર પોલીસ કમિશ્નર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોઈ એક પોલીસ અધિકારીએ પોતાના આત્મકથાનાત્મક અનુભવોનું પુસ્તક નવલકથાના રૂપમા પ્રગટ કર્યું હોય તેવો આ સમગ્ર રાજયનો પ્રથમ ઐતિહાસિક બનાવ હોઈ, આ વિમોચન પ્રસંગે રાજયભરનાં સમગ્ર પોલીસ બેડાનાં અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ વિવિધક્ષેત્રના  મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Screenshot 4 16

નિવૃત એ.સી.પી. એસ.બી. ગોહિલ દ્વારા  લીખીત ‘એક પોલીસ અમલદારના અનુભવો’ પુસ્તકનું વિમોચન રાજકોટના હેમુગઢવી હોલ ખાતે  તા.11મી જૂન રવિવારના રોજ  સવારના  10 કલાકે   એ.કે. શર્મા આઈ.પી.એસ. પૂર્વ  જોઈન્ટ ડીરેકટર સીબીઆઈના હસ્તે થશે. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી  વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તથા રાજુભાઈ રાણા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભાજપ અને સાંસદ મુખ્ય મહેમાન તરીકે તથા અતિથી વિશેષ તરીકે સાસંદ કુંડારીયા મોહનભાઈ તથા અબતક મીડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા ઉપસ્થિત રહેશે.  કાર્યક્રમની શરૂઆત સાંસદ રામભાઈ મોકરીયા તથા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટયથી થશે.

આ પ્રસંગને  શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ  ની વિશેષ રહેશે. ઉપસ્થિતિ  સમગ્ર કાર્યક્રમનું સંચાલન  જાણીતા પત્રકાર લેખક નારન બારૈયા કરશે. આ કાર્યક્રમની સફળતા માટે કિશ્ર્નદેવસિંહ ગોહિલ અને તેમની ટીમ તેમજ ‘ભારવિગ્રુપ’ વિ. સહયોગી સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે એક પોલીસ અધિકારી દ્વારા પોતાની સમગ્ર કેરીયરનો ચિતાર આપતાની સાથે લખાયેલી આત્મકથાનાત્મક નવલકથા પોલીસ જગત માટે એક ઐતિહાસીક ઘટના છે.

Screenshot 3 18

આટલા વિરાટ ફલક ઉપર સાહિત્ય જગતમાં અગાઉ કયારેય આ પ્રકારનું કાર્ય થયેલ નથી ત્યારે બે ભાગમાં વહેતા આ રહસ્યમય અને રસપ્રદ દળદાર ગ્રંથને વધાવવા માટે વાચકો આતુર છે. અને રાજયભરનાં પોલીસ બેડાના અનેક અધિકારીઓએ તથા સાહિત્ય જગતના માંધાતાઓએ આ પુસ્તકના કંટેન્ટને હોંશે હોંશે વધાવ્યું છે. રાજકોટમાં આ ઐતિહાસિક પુસ્તકનું પ્રગટીકરણ થાય છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવનો વિષય છે તેમ મહાનુભાવો જણાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકનું  ક્ધટેન્ટ  અગાઉ રાજકોટથી પ્રસિધ્ધ થતા અખબાર ‘અબતક’માં ‘પોલીસ વેદના   સંવેદના’ શિર્ષક તળે ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચુકયું છે. ઉપરાંત અમરેલીના ‘અવધ ટાઈમ્સ’માં તંત્રી  વિજયભાઈ ચૌહાણે સાપ્તાહિક પૂર્તિમાં ‘ક્રાઈમની કરમ કુંડળી’ તરીકે તથા સુરેન્દ્રનગરના જનયુગ દૈનિકના તંત્રી જયકિનભાઈ મહેતાએ  ‘પોલીસ ડાયરી’ના શિર્ષક તળે પ્રસિધ્ધ કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.