Abtak Media Google News

જ્યાં માનવસેવા કરુણા જીવ દયાના યજ્ઞનો ઉજાસ છે તેવા

વૃક્ષના છાયાની જેમ વડીલોના વાત્સલ્યમાં કોઈ સ્વાર્થ હોતો નથી… બાપુ ના સદભાવના આશ્રમને આશિર્વાદ

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમે વિશ્વ વંદનીય પથ્થર પ્રખર જ્ઞાની રામાયણના માધ્યમથી જનજંગ સુધી ભગવાન રામની ભવ્યતા નું સતત પ્રસારણ કરતા સંત શ્રી મોરારીબાપુએ શુભેચ્છા મુલાકાત લીધી  મોરારીબાપુએ સદભાવના  વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈ વૃદ્ધાશ્રમ સંચાલક પ્રમુખ વિજયભાઈ ડોબરીયા સાથે આશ્રમની પ્રવૃત્તિઓ થી માહિતગાર થઈ બાપુ સેવા યજ્ઞથી અભિભૂત થયા હતા. મોરારીબાપુએ સંચાલકો પાસેથી આગામી દિવસોમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં જ 2000 જેટલા વડીલો નો સમાવેશ થાય તેવા પ્રકારનું 30 એકરમાં અત્યાધુનિક વૃદ્ધાશ્રમ નિર્માણ ની વિગતે ચર્ચા કરી હતી.

બાપુએ વૃદ્ધાશ્રમ મુલાકાત સમયે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે વૃક્ષો જેમ છાયો આપે એમ વડીલો પણ વાત્સલ્યનો છાયડો આપે છે .એમનામાં આપણા જેવી “ચતુરાઈ” આપણા જેવો “સ્વાર્થ હોતો નથી”વડીલો એમના બાળકો પાસે રહે એમાં તો એ ખુશ જ રહે છે .પણ તેઓ પોતાના પરિવાર સાથે કોઈ પણ કારણોસર નથી રહી શકતા ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ કદાચ એમના બાળકો કરતા પણ એમની વધારે સેવા કરે છે.

01

સંસ્થાના શ્રેષ્ઠ કાર્યો માટે મોરારીબાપુ એ શુભેચ્છા સાથે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, નરેન્દ્રભાઈ જીબા, પ્રતાપભાઈ પટેલ, ધીરેન્દ્રભાઈ કાનાબાર, મિતલભાઈ ખેતાણી, મનીષભાઈ ભટ્ટ સહિતના સેવા ભાવિ માનવ સેવક રત્નો સાથે મન મૂકીને ચર્ચા અને પરામર્સ કર્યો હતો હતો. વૃદ્ધાશ્રમ થકી માનવસેવા કરી રહેલ સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવાની સાથે સાથે જીવ દયા નો યજ્ઞ પણ ચલાવી રહી છે સંસ્થા દ્વારા એક અનોખી પહેલ શરૂ કરી છે. મૂંગાં પશુઓની સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે. પહેલા વૃદ્ધો, ગાયો અને હવે રસ્તા પર આમ-તેમ ભટકતા-રઝળતા બળદોને કતલખાને જતા રોકવા માટે સુંદર કાર્ય હાથ ધર્યું છે. આવા બળદોને એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ બળદો માટે એક આશ્રમ ખોલવામાં આવ્યો છે. જેમાં હાલ 500થી વધુ બળદોને સાચવવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 2000 બળદને આજીવન આશરો આપી દેખભાળ કરવાની નેમ લીધી છે. ગાયો માટે જેમ ગૌશાળા ચાલે છે એમ હવે રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમે બળદો માટે આશ્રમ ખોલી સમાજમાં નવી પ્રેરણા પૂરી પાડી છે.

સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત રાજકોટ-મોરબી હાઈવે પર છતર ગામમાં એક બળદ આશ્રમ ચાલુ કરવામાં આવ્યો છે. આ આશ્રમ 30થી 40 બળદથી 10 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. અત્યારે 500થી વધુ બળદોની સંખ્યા છે. આ આશ્રમ એવા બળદોને સાચવે છે કે, જે બિમાર હાલતમાં છે. ગંભીર બિમાર છે કે તેને ખાવા-પીવાનું પૂરતું મળતું નથી. ખાવા માટે ગમે ત્યાં મોઢા મારવા પડે છે. આખી જિંદગી બળદ ખેડૂતોના ખેતરમાં કામ કરે છે અને બાદમાં ઉંમર થતા તેને ધકેલી દેવામાં આવે છે આવા બળદોને સદભાવના બળ આશ્રમ સાચવે છે.

મોરારીબાપુ સદભાવના વૃદ્ધાશ્રમ ની પ્રવૃત્તિઓ સમય મુજબ દિવસે વધે તેવી શુભેચ્છા સાથે વિકાસ અને વિશ્વાસના આશીર્વાદ આપ્યા હત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.