Abtak Media Google News

અબતક, વારીસ પટ્ટણી, ભુજ:

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે કચ્છના ઘોરડો ખાતે સરહદ પર સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે આજે સાંજે તેઓ જવાનોને મીઠાઇઓ આપી દીવાવલી પર્વની શુભેચ્છા પાઠવશે. ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, ગૃહરાજય મંત્રી હર્ષ સંધવી તથા કચ્છ જીલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી પણ આ તકે ખાસ ઉપસ્થિત રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે કચ્છની મુલાકાતે છે. તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર દેશની રક્ષા કરતા આર્મી બીએસએફ, એરફોર્સ, એસ.આર.પી. કોસ્ટ ગાર્ડના જવાનો તેમજ ગુજરાત પોલીસ અને એન.સી.સી. સાથે તિરંગા  થીમ પર આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે.

જવાનોને દિપાવલીના પર્વ નીમીતે મીઠાઇ આપીને શુભેચ્છાઓ પાઠવશે. સાંજે 4 કલાકથી શરુ થનાર આ કાર્યક્રમના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે વિધાનસભા અઘ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્વેશભાઇ મોદી, ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવી તેમજ વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી વગેરે ઉ5સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.