Abtak Media Google News

લોકડાઉન-૪ તા.૧૮ મે થી તા.૩૧ મે સુધી શહેર પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરાયું તે રીતે અનલોક-૧માં સરકાર દ્વારા રાત્રી કફર્યુ અને પ્રતિબંધ મુકાયેલ તેનો કડક અમલ કરાવવામાં આવશે અને દિવસ દરમિયાન ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા લોકડાઉન-૪નો બંદોબસ્ત જાળવવામાં આવેલો જે બંદોબસ્ત દરમ્યાન પોલીસ અધિકારીઓ ૧૭૩, પોલીસ કર્મચારીઓ ૧૮૪૨ તથા હોમગાર્ડ જવાનો ૪૧૪, જીઆરડી સભ્યો ૨૫૬, ટ્રાફિક બ્રિગેડ ૭૬૬, એકસ સર્વિસમેન ૩૨ તથા આરટીઓ અધિકારીઓ-૧૦નો શીફટ વાઈઝ અસરકારક પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવેલ હતો તેમજ લોકડાઉન-૪ દરમ્યાન એન.સી.સી.કેડેટસ ૭૧ અને એન.એસ.એસ. કેડેટસ ૯૦ની પણ બંદોબસ્ત માટે મદદ લેવામાં આવી હતી. શહેરનાં દરેક વિસ્તારમાં ફલેગમાર્ચ અને ફુટ પેટ્રોલીંગથી કવર કરી લોકોને કોરોના વાયરસથી જાગૃત કરી પોતાના ઘરમાં જ રહી સ્વસ્થ અને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.

લોકડાઉન-૪ દરમિયાન ૫૭૯ જાહેરનામા ભંગનાં કેસ કરી ૭૫૧૩ વાહન ડિટેઈન કર્યા છે. કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા અનલોક-૧ જાહેર કરવામાં આવેલ. અનલોક-૧ દરમ્યાન સરકારની સુચના મુજબ જાહેર જનતાને છુટછાટ આપવામાં આવેલ છે જે સરકારની સુચના મુજબ જાહેર જનતાને અનલોક-૧નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અનલોક-૧ દરમ્યાન ક્ધટેઈન્મેનટ ઝોન, માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તારમાં તેમજ ભવિષ્યમાં ક્ધટેઈન્મેન્ટ ઝોન, માઈક્રો ક્ધટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે સમગ્ર વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના કલાક ૭ થી સાંજના કલાક ૭ વાગ્યા સુધી જ ચાલુ રહેશે. તે સિવાયની કોઈ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહીં. તેમજ કામદારો, કર્મચારીઓ, દુકાનના માલિકો જેમના ઘર, મકાનો ક્ધટેન્મેન્ટ, માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોનમાં આવે છે તેમને ક્ધટેન્મેન્ટ કે માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ રહેશે તેમજ ક્ધટેન્મેન્ટ ઝોન અને માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોનની બહાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પ્રતિબંધત પ્રવૃતિ સિવાય તમામ આર્થિક પ્રવૃતિઓ સવારના કલાક ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

અનલોક-૧ દરમ્યાન આવશ્યક સેવાઓ સિવાયના અન્ય તમામ વ્યકિતઓને રાત્રીના કલાક ૯ થી સવારના કલાક ૫ વાગ્યા સુધી જાહેરમાં અવર-જવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કરી ચુસ્ત રીતે અમલ કરાવાશે. સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત, ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારનાં સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તમામ પ્રકારની શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે જેઓનું વહિવટી કચેરી ચાલુ રાખી શકાશે. નાટયગૃહો, બાગ-બગીચા, સાંસ્કૃતિક કાર્યક્રમ, થિયેટર, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વ સ્થળો તેમજ પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક, સીંગલ સ્ક્રીન અને મલ્ટીપલ સ્ક્રીન સિનેમા ઘરો અને મલ્ટીપ્લેક્ષ વિગેરે સ્થળો બંધ રાખવામાં આવશે.

દફનવિધિ કે અંતિમ સંસ્કારમાં સામાજીક અંતર જાળવવાનું રહેશે અને આવા પ્રસંગે ૨૦થી વધુ વ્યકિતઓ ભેગા થઈ શકશે નહીં તેમજ લગ્નોના કિસ્સામાં વર, ક્ધયા પક્ષના વ્યકિતઓ તથા વિધી કરનાર વિગેરે સહિત વધુમાં વધુ ૫૦ વ્યકિતઓની મર્યાદામાં સક્ષમ અધિકારીઓની મંજુરી મેળવી ફરજીયાત રહેશે. ઓટો રીક્ષા, કેબ્ઝ ટેકસી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઈવેટ કાર, એક ડ્રાઈવર તથા ૨ મુસાફર સાથે પરીવહન કરી શકશે અને કેબજ, ટેકસી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઈવેટ કાર, એક ડ્રાઈવર તથા ૨ મુસાફર સાથે પરીવહન કરી શકશે. ઈ અને કેબ્જ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઈવેટ કારમાં ૬ કે તેનાથી વધારે સીટીંગ કેપેસીટી હોય તો કારમાં એક ડ્રાઈવર તથા ૩ મુસાફર સાથે પરીવહન કરી શકાશે. ટુ-વ્હીલરમાં બે વ્યકિત પરીવહન કરી શકશે.

સરકારના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું રહેશે જે દરમ્યાન જાહેરમાં વાહનો સાથે નીકળવામાં આવે ત્યારે ટ્રાફિક નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ હાલમાં રાજકોટ શહેરનાં તમામ ટ્રાફિક પોઈન્ટ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન સ્થળ દંડ પણ વસુલ કરવામાં આવશે તેમજ પોલીસ દ્વારા જયારે ચાર રસ્તામાં ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ઉભું રાખવા જણાવવામાં આવે ત્યારે જાહેર જનતાએ પોતાના વાહનને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે લેન ડ્રાઈવીંગનું ચુસ્તપણે અમલ કરાવવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.