Abtak Media Google News

રાજેશ ખન્નાના સુપર હીટ ગીતો અને ત્યારબાદ ગરબાના તાલે રમઝટ બોલાવી

રાજકોટ સીટી વુમન્સ કલબ ના સભ્ય બહેનો માટે ડિસેમ્બરનો ૧૧મો કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે સુપર મ્યુઝિક કલાસીક કાકા રાજેશ ખન્નાના સુપર હીટ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવેલ તેના ગાયક કલાકારો દેવાંગ દવે-સુરત, આર.ડી.ઠકકર-રાજકોટ, આનંદ પલ્લવકર -મુંબઇ, પ્રિયંકા મુખર્જી ઓફ લતા, મ્યુઝીકલ મયુર સોની ભુજ, એન્કર મેધા બારડ રાજકોટ કલાકારોએ એકથી એક સુપર હીટ ગીતો ગાયા બહેનોએ તાલીઓના ગળગળાટ સાથે ગીતોની મજા માની છેલ્લે દેવાંગ દવેએ ગુજરાતી ગીતો ગાઇને દરેક બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, સેક્રેટરી ઇન્દીરાબેન ઉદાણી, એડવાઇઝર નીતા મહેતા, દીનાબેન મોદી, દર્શન મહેતા, પ્રીતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઇ, જયશ્રીબેન ટોળીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.