Abtak Media Google News

સૌરાષ્ટ્રમાંથી 46 કલાકારો પોતાની પેઇન્ટિગ, ડિજિટલ અને વોટર કલર જેવી કલા રજુ કરશે

કલા પ્રદર્શનમાં હાથ બનાવટની પણ કૃતિઓ અનેરૂ આકર્ષણ જમાવશે

ઉત્સવ અને કલાપ્રેમી રાજકોટની જનતા માટે સાહિત્ય સેવા નગર વિવિધ આયોજન યોજાય છે. કાલથી બે દિવસ માટે શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે નવરંગ યુથ ઓફ આર્ટ દ્વારા કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી 46 થી વધુ કલાકારો પોતાની કૃતિ રજુ કરનાર છે.

‘અબતક’ મીડીયાની મુલાકાતે આવેલ જાણીતા પેન્સીલ સ્કેચ કલાકાર નિખીલ ભાવસારે માહીતી આપતાં જણાવેલ કે આ પ્રદર્શનમાં ખાસ આકર્ષણ હાથ બનાવટની વિવિધ કૃતિઓનું અનેરુ આકષણ રહેશે.

આર્ટ ગેલેરી ખાતે સવારે 10 થી રાત્રીના 9 સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ રહેનાર છે. જેમાં 46 થી વધુ કલાકારો પોતાના ચિત્રો રજુ કરનાર છે.

આ પ્રદર્શનમાં કલાકારોના વોટર કલર, પેન્સીલ સ્કેચ, ઓઇલ પેન્ટીંગ, એક્રેલીક પેન્ટીંગ, ડીજીટલ પેઇન્ટીંગ પેન્સીલ સ્કેચ જેવા વિવિધ માઘ્યમ થકી નિર્માણ કરેલી કલા વૃત્તિા જોવા મળશે.

સૌરાષ્ટ્રના આ તમામ કલાકારોને પ્રોત્સાહન સાથે કલાને વેગ મળે તેવા નવરંગ યુથ ઓફ આર્ટનો પ્રયાસ છે આયોજનને સફળ બનાવવા નિખિલ ભાવસાર, સંજય કોરીયા સહિતના કલાકારો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.