Abtak Media Google News

દર મહિને સરકારનું ૯,૦૦,૦૦૦ લાખ લીટરથી વધુ કેરોસીનનો જથ્થો વધશે: કરોડોની સબસીડી બંધ થશે

રાજયનાં આઠ મહાનગરોમાં વસવાટ કરતા એપીએલ કેટેગરીનાં રેશનકાર્ડ ધારકોને આગામી ૧લી નવેમ્બરથી કેરોસીન આપવાનું બંધ કરવા નિર્ણય કરતા રાજકોટનાં ૩.૭૦ લાખ કુટુંબોનું કેરોસીન બંધ કરી દેવાશે પરિણામે એકલા રાજકોટ જિલ્લામાં જ સરકારની કરોડો ‚પીયાની સબસીડી બંધ કરાશે અને અંદાજે ૯ લાખ લીટર જેટલો કેરોસીનનો જથ્થો બચી જશે.જિલ્લા પૂરવઠા વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ૩.૬૧ લાખ કુટુંબો એપીએલ ૧ કેટેગરીમાં અને ૯ હજાર કુટુંબો એપીએલ ૨ કેટેગરીમાં કાર્ડ ધરાવે છે. પરંતુ સરકારની સ્વચ્છ ઈંધણ યોજના અન્વયે તા.૩૧.૮ સુધીમાં આવા એપીએલ કાર્ડ ધારકોને કેરોસીનના બદલે સ્વચ્છ ઈંધણ આપવા એલપીજી અથવા પીએનજી કનેકશન લેવા તાકીદ કરી છે. અને ૧ લી નવેમ્બર બાદ આ તમામ ૩.૭૦ લાખ કુટુંબોને કેરોસીન આપવાનું બંધ કરાશે.વધુમાં હાલ રાજકોટ જિલ્લામાં કુલ ૧૮૮૭ કે.એલ એટલે કે ૧૮,૮૭,૦૦૦ હજાર લીટર કેરોસીનની ફાળવણી આવે છે. જેમાં એપીએલ કેટેગરીનું કેરોસીન બચી જતા ૧ નવે. બાદા આ કેરોસીનની ફાળવણી અડધો અડધ ઘટી ૯ લાખ લીટર જેટલી થઈ જશે તે જોતા હાલ ૨૬.૫૦ ના ભાવે વેચાતા કેરોસીનની કરોડો ‚પીયાની સબસીડી દર મહિને વધી જશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની સૂચના મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ૩૧ મે સુધીમાં તમામ એપીએલ રેશનકાર્ડ ધારકોને નોટીસ આપશે અને જો આવા કુટુંબો એલપીજી કે પીએનજી કનેકશન લેવા માંગતા હોય તો તેમણે ૧૬૦૦ ‚પીયાની સહાય એક વખત માટે ચૂકવવામાં આવનાર હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.