Abtak Media Google News

કેશાેદના આંબાવાડી વિસ્તારના કિશોર કોમ્પલેક્ષ પાસે આવેલ લોટસ શાેપીંગ સેન્ટરમાં ફુટવેર ના સેલની દુકાન માં આગ ભભૂકી હતી. કેશોદ નગરપાલિકા ફાયર ટીમ, પાેલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કીટના કારણે લાગ્યાનું જાણવા મળી રહ્યું છે . આગ લાગ્યા નાં સમાચાર સોશ્યલ મીડિયા માં વાયરલ થતાં લાેકાેના ટાેળે ટાેળા ઉમટી પડયા હતાં. અનલોક-૨ હેઠળ આઠ વાગ્યે બજારો બંધ થતી હોય સદનસીબે કોઇ જાનહાની થયેલી નથી. લોટસ કોમ્પલેક્ષ માં બહારના ભાગમાં લગાવવામાં આવેલ જવ્યંતશીલ ડેકોરેટીવ શીટ થી આગળના ભાગે આગ ભભુકતા એક સાથે ત્રણ માળમાં આગની જ્વાળાઓ પ્રસરી જતાં ભારે નુક્સાન થયું છે.ત્રણ માળના કોમ્પલેક્ષ માં આરસીસી ની સીડી ને બદલે લોખંડ ની વર્તુળાકાર સીડી હોવાં છતાં બાંધકામ ની મંજુરી કેમ મળી હશે એ પ્રશ્ર્ને સ્થાનિક નગરપાલિકા પણ શંકાના દાયરામાં આવી છે, વર્તુળાકાર સીડી ને કારણે બચાવ કામગીરી માં મુશ્કેલીઓ સર્જાય હતી.કેશોદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.

કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર ચાવડાએ જણાવ્યું હતું કે લોટસ કોમ્પલેક્ષ ને બાંધકામ ની મંજુરી આપવામાં આવી નથી ત્યારે જવાબદાર બિલ્ડરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કેશોદ શહેરમાં વગર મંજુરી એ બાંધવામાં આવેલાં વાણીજ્ય હેતું માટે અને રહેણાંક હેતુ માટે નાં બિલ્ડિંગો માં બિલ્ડરો વિરુદ્ધ નગરપાલિકા દ્વારા નોટીસો આપી સંતોષ માનવામાં આવશે કે ખરેખર પગલાં ભરવામાં આવશે. આગજની ની ઘટનાઓ બની રહી છે ત્યારે વાણીજ્ય હેતું માટે નાં બહુમાળી બિલ્ડિંગ માં ફાયર સેફ્ટી નાં સાધનો અને વ્યવસ્થા ન હોય એવાં ગેરકાયદેસર કોર્મશીયલ બિલ્ડીંગ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.

જાહેર માર્ગ પર એક મીટર રવેશ કાઢીને ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેમજ સીડીઓ બનાવેલ હોય આવાં તમામ કોમ્પલેક્ષ સામે ભવિષ્યમાં દુર્ઘટના બને એ પહેલા પગલાં ભરવા જરૂરી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા બહુમાળી બિલ્ડિંગ માં લીફટ અને અગ્નિ શામક સાધનો દર દશ વર્ષે તપાસ કરી પ્રમાણપત્ર રજુ કરવાનું હોય છે ત્યારે કેશોદ શહેરમાં આવી કોઈ ચોકસાઈ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવેલ નથી ત્યારે કેશોદ શહેરમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવશે તો જવાબદારી કોની રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.