Abtak Media Google News

આજથી રાજકોટમાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત મેજર ઘ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.  આ સ્પર્ધાનો શુભારંભ રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી અને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો હતો.  આ હોકી સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ વિજેતાઓને ઝોન કક્ષાએ રમાડવામાં આવશે. પ્રથમ અને દ્રિતીય વિજેતા ટીમ રાજય કક્ષાએ રમવા જશે.

Advertisement
Khel Mahakumbh Begins With A Bang: Hockey War Played Between 7 Teams
Khel Mahakumbh begins with a bang: Hockey war played between 7 teams

આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષામાં કુલ સાત ટીમોએ ભાગ લીધો છે. જુનાગઢ, જામનગર, ભાવનગર સીટી, ભાવનગર રૂરલ, રાજકોટ સીટી, રાજકોટ રૂટલએ ભાગ લીધો છે.  આજે સીનીયર ભાઇઓની સ્પર્ધા યોજાઇ હતી. આવતીકાલે સીનીયર બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધામાં ખેલાડીઓ ખુબ ઉત્સાહથી પૂર્વક  ભાગ લઇ રહ્યા છે.

Khel Mahakumbh Begins With A Bang: Hockey War Played Between 7 Teams
Khel Mahakumbh begins with a bang: Hockey war played between 7 teams

ખેલાડીઓએ ખુબ ઉત્સાહથી રમ્યા: રમા કેદારનાથ મદ્રા (જીલ્લા રમત વિકાસ અધિકારી)

અબતક સાથેની વાતચીત વાતચીતમાં જણાવેલ કે, ખેલ મહાકુંભ 2.0 2024 માં ઝોન કક્ષા હોકી સ્પધા રાજકોટ મેજર દયાનચંદ મેદાનમાં રમશે. સૌરાષ્ટ્ર ઝોન જે જીલ્લા કક્ષાના હોકી રમીને વિજેતા થઇ તે ે ટીમ ઝોન કક્ષામાં રમવા આવે અને તેમાં જે વિજેતા ટીમ થશે તે રાજય કક્ષાએ રમશે જશે.  અત્યારે 7 ટીમો એ ભાગ લીધો આજે સીનીયર ભાઇઓની સ્પર્ધા યોજાય હતી અને  બહેનોની કાલે હશે. ખેલાડીઓમાં ખુબ ઉત્સાહ છે.  જુનાગઢ, જામનગર, ભાવનગર સીટી, ભાવનગર રૂરલ, રાજકોટ સીટી. રાજકોટ રૂરલ ટીમોએ ભાગ લીધો છે.

જો રમત પુરા નિયમોથી રમવામાં આવે તો તેનું પુરૂ પરિણામ મળે: મહેશભાઇ દિવેચા

અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સીનીયર ભાઇઓની છે. ઝોન કક્ષાની છે. જો આ રમત  નિયમોથી રમવામાં આવે તો તેનું પુરુ પરિણામ મળે. અત્યારે કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. આમાંથી જે ટીમ જીતશે તે   રાજકોટની ટીમ સામે સેમીફાઇનલ રમશે. અને કાલે ફાઇનલ રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.