Abtak Media Google News

પાછલા વર્ષોની તુલનામાં ચેકીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન: ’૧૮-’૧૯માં ૧૦.૯૮ કરોડની કમાણી કરી

ટિકિટ ચેકિંગ રાજકોટ મંડળને ૨૦૧૮-૧૯માં સૌથી વધુ આવક

રાજકોટ રેલવેએ વર્ષ ૨૦૧૮-૧૯માં ટીકીટ વગર અથવા અનિયમિત ટિકિટ પર મુસાફરી કરનારા વિ‚ધ્ધ સઘન અભિયાન ચલાવ્યું છે. જેના પરિણામ સ્વ‚પે ગઈસાલ રાજકોટ મંડળે ટિકિટ ચેકિંગ થકી આશરે ૧૦.૯૮કરોડની આવક મેળવી છે. જે આગલા વર્ષોની તુલનામાં ૧૯.૬૪% વધારે છે. ટિકીટ વગરના કુલ ૧૬૧૭૬૨ બનાવો નોંધાયા હતા જે પાછલા વર્ષની તુલનામાં ૧૨.૪૯ % વધારે છે. ટિકિટ વગરના ૮૦૯૯૩ મુસાફરો પાસેથી રૂ. ૭.૧ કરોડ, ઉચ્ચ વર્ગમાં યાત્રા કરનારા ૭૨૫૫૬ યાત્રિકો પાસેથી રૂ ૩.૭ કરોડ, આવેર ટ્રાવેલીંગમાં રૂ.૩૨,૯૭૫ તથા બુક કરાવ્યા વગરના માલસામાન માટે રૂ.૩,૪૯,૨૯૦ વસુલવામાં આવ્યા છે.

ગયા માર્ચ મહિનામાં રાજકોટ રેલ મંડળે ટીકીટ ચેકીંગ આવકનો નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. રેલની પ્રથમ પંકિત કહેવાતા વાણીજય સ્ટાફની આ ઉપલબ્ધી બદલ મંડળના વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે અગાઉના તમામ વર્ષોનો રેકોર્ડ તોડીને રાજકોટ મંડળે માર્ચ ૨૦૧૯માં ટીકીટ ચેકિંગ થકી ૧૧૫૯૫ મુસાફરો પાસેથી ૧.૫૧ કરોડની જબ્બર કમાણી કરી છે. જે આજ સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.

રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી.બી. નિનાવેને વરિષ્ઠ વાણિજય પ્રબંધકઅસલમ શેખ, રાકેશકુમાર પુરોહિત, મુખ્ય ટિકિટ ચેકિંગ નિરીક્ષક કે.સી. ગુરઝર તથા મંડળના ટિકિટ ચેકિંગના સર્વે સ્ટાફને આ ઉપલબ્ધી માટે અભિનંદન અપાયા છે. સાથોસાથ પી.બી. નિનાવે એ અપીલ કરી છે કે દરેક મુસાફરો ટીકીય લઈ સન્માન પૂર્વક યાત્રા કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.