Abtak Media Google News

કેકેઆરને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે પ્લે ઑમાં પ્રવેશ કરવાની આશા જીવંત રાખી તો કિંગ્સ ઇલેવન વધુ મજબૂત ટીમ બનીને બહાર આવી

 

કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત મેળવી છે.પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ ઇન્દોરના હોલ્કર મેદાનમાં રમાયેલી મેચમાં યજમાન પંજાબે રાજસ્થાનને કેએલ રાહુલની શાનદાર અડધી સદીની મદદથી છ વિકેટે પરાજય આપ્યો છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલ રાજસ્થાન રોયલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકસાન પર ૧૫૨ રન બનાવ્યા અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે જીત માટે ૧૫૩ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે ૧૮.૪ ઓવરમાં ૧૫૫ રન બનાવી રાજસ્થાન સામે જીત મેળવી હતી.

આ જીત સાથે પંજાબની ટીમના ૯ મેચમાંથી છ જીત સાથે ૧૨ પોઇન્ટ થયા છે. જેના કારણે પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે.જ્યારે રાજસ્થાન રોયલ્સનો ૯ મેચમાં છઠ્ઠી મેચમાં પરાજય થો છે અને ટીમ છ પોઇન્ટ સાથે છેલ્લા નંબર પર પહોંચી ગઇ છે.

રાહુલે કરૂણ નાયર ૩૧ રન સાથે ત્રીજી વિકેટ માટે ૫૦ રન જ્યારે સ્ટોઇનિસ સાથે પાંચમી વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી નોંધાવી હતી.માર્કસ સ્ટોઇનિસે ૧૬ બોલમાં અણનમ ૨૩ રન બનાવ્યાઆ અગાઉ ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરામં ૯ વિકેટના નુકસાન પર ૧૫૨ રન બનાવ્યા હતા.

 

રાજસ્થાન તરફથી જોસ બટલરે ૩૯ બોલમાં સાત બાઉન્ડ્રીની મદદથી સૌથી વધુ ૫૧ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સંજૂ સેમસને ૨૩ બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિકસરની મદદથી ૨૮ રન બનાવ્યા હતા.

એકે અન્ય મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ફરી એક વખત પોતાની સર્વોપરિતા સાબિત કરતાં ૧૩ રને વિજય મેળવી પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી.

કોલકાતા સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં ઓપનર સૂર્યકુમાર યાદવના ૫૯ રન, એવિન લુઇસના ૪૩ રન અને ર્હાદિક પંડયાના અણનમ ૩૫ રનની મદદથી ૨૦ ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી ૧૮૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાની ટીમ ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૧૬૮ રન બનાવી શકી હતી. આ જીતને કારણે મુંબઈ ઈન્ડિયન્સના ૧૦ મેચમાં આઠ  પોઇન્ટ થઈ ગયા છે અને ટીમ પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને  પહોંચી છે.

જોકે, કોલકાતાની ટીમના ૧૦ મેચમાં ૧૦ પોઇન્ટ છે અને  ટીમ ચોથા સ્થાને યથાવત્ છે.કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો આ સતત સાતમો વિજય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.