Abtak Media Google News

ચાર ચાર બંગડીવાળી ગાડીના ગીતના વિવાદમાં આજે હાઈકોર્ટે કિંજલ દવેને રાહત આપતાં કોમર્શિયલ કોર્ટનો સ્ટે રદ્દ કર્યો હતો. હવે ગુજરાતી ગાયિકા આ ગીત કાર્યક્રમોમાં ગાઈ શકશે.

 ગઈકાલે હાઈકોર્ટે બંને પક્ષોનો ઉઘડો લીધો હતો.  ગુજરાતી ગીતના વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર બુધવારે સુનાવણી થઈ હતી. જસ્ટિસ હર્ષા દેવણી અને એ.પી.ઠાકરની કોર્ટમાં સુનાવણીમાં કોર્ટે કિંજલ દવેના પક્ષકાર તરફથી જવાબ રજૂ ન કરવામાં આવતાં કોર્ટે ખખડાવ્યા હતા.

નીચલી કોર્ટે 20થી વધુ દિવસનો સમય આપ્યો છતાં જવાબ રજૂ કેમ કર્યો નથી. તેમ કહીને કોર્ટે અરજદારને ઠપકો આપ્યો હતો. બીજી તરફ બે વર્ષ પછી કેમ પિટિશન દાખલ કરવામાં આવી છે તેમ કહીને ખખડાવ્યા હતા. નીચલી કોર્ટે મુકેલા સ્ટેને હટાવા માટે હાઈકોર્ટ આજે ગુરુવારે ચુકાદો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.