Abtak Media Google News

કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયો અકસ્માત: બુલેટ અને બાઇક સ્વાર ડીવાઇડર સાથે અથડાતા ઇજા: રોડ પરથી પસાર થતા મેયર બીનાબેન આચાર્ય થંભી ગયા: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડયા

શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે વોર્ક હાર્ટ હોસ્પિટલ સામે મોડી રાત્રીના કાર બાઇક અને બુલેટ વચ્ચે ત્રીપલ અસ્કમાત સર્જાતા બુલેટ સવાર યુવાન સહીત બે ને ઇજા થતાં સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત મુજબ ગઇકાલે મોડીરાત્રીના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલ્વટ પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો સંજય પરસોતમભાઇ મકવાણા (ઉ.વ.ર૩) નામનો યુવાન પોતાનું બુલેટ લઇ જતો હતો ત્યારે કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે વોકહાર્ટ હોસ્પિટલ પાસે પહોચતા અચાનક કાર ચાલકે વળાંત લેતા બુલેટ સ્વાર સંજયએ સ્ટીરીગ પર કાબુ ગુમાવી દેતા તથા બાજુમાં અન્ય બાઇક સવાર સાથે અથડાઇ ડીવાઇડર સાથે ભટકાતા બન્નેને ઇજા પહોંચી હતી. તે સમયે ત્યાંથી પસાર થતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબીન આચાર્ય પસાર થતાં હોય તેઓ થંભી ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં બનાવના પગલે માલવીયા નગરના પી.આઇ. એન.એન. ચુડાસમા સહીતનો પોલીસ સ્ટાફ દોડી ગયા હતા. આ વધુમાં જાણવા મળ્યું હતું કે રેસકોર્ષ રીંગરોડ પર નાસ્તો કરી પરત ઘરે જતી વેળાએ બુલેટ ચાલકને અકસ્માત નડયો હતો. ઘવાયેલા અનીલ સંધાણી નામના યુવાને જણાવ્યું હતું કે બુલેટ પર સંજય અને ગોપાલ તથા હીતેષ બેઠા હતા જયારે પોતાના બાઇક પર ડબલ સ્વારી જતાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.