Abtak Media Google News

વાડીએ રખોપુ કરવાના બહાને પ્રેમિકાને મળવા ગયેલા પિતરાઇને ચાર શખ્સોએ પ્લાસ્ટીકના કેબલ અને લાકડીથી માર મારતા એકનું મોત: એક ગંભીર

ગોંડલ તાલુકાના ડૈયા પાસેથી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં બે યુવાન લોહીલુહાણ હાલતમાં મળી આવતા તે ચરખડી ગામના પિતરાઇ ભાઇ હોવાનું અને કાલંભડી ગામે પ્રેમિકાને મળવા જતા તેના પર પ્લાસ્ટીકના કેબલ અને લાકડીથી ચાર શખ્સોએ હુમલો કરી એકની હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ હાધ ધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા જય કિશોરભાઇ વેગડવા અને તેના પિતરાઇ દિલીપ કાળુભાઇ વેગડવા નામના યુવાનો ડૈયા ગામ પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા બંને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જય વેગડવાનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.

દિલીપ વેગડવા ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પોલીસ દ્વારા તેની કરાયેલી પૂછપરછ દરમિયાન તેના પર કાલંભડી ગામના અકિંત મગન વરાણ, વિશાલ રમેશ વરાણ, નવીન સોમા વરાણ અને ગજેન્દ્ર ઘુસા વરાણ નામના શખ્સોએ લાકડી અને પ્લાસ્ટીકના કેબલથી માર માર્યાની અને જય વેગડવાની હત્યા કર્યા અંગેનું જણાવતા લોધિકા પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

જય વેગડવા આઇટીઆઇમાં અભ્યાસ કરે છે અને તેને કાલંભડીની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને પિતરાઇ પોતાની ઘરે વાડીએ રખોપુ કરવાના બહાને કાલંભડી ગામે પ્રેમિકાને મળવા માટે ગયા હતા તેની યુવતીના પરિવારને જાણ થતાં હુમલો કરતા બંને ત્યાંથી ભાગી ગયા હતા તે દરમિયાન ડૈયા ગામ પાસે પડી જતાં જય વેગડવાનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.