Abtak Media Google News

Table of Contents

જ્ઞાતિ ગણીતમાં ૧૦.૯૮ ટકાની જન સંખ્યા સાથે ક્ષત્રિય સમાજ બીજા ક્રમે: ૧૦.૧૫ ટકા દલીત મતદારો અને ૮.૮૯ ટકા પાટીદાર મતદારો

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ૭ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, લીંબડી, ચોટીલા, દસાડા,ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક અને અમદાવાદ જિલ્લાની વિરમગામ અને ધંધુકા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

ગત વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં  ભાજપમાંથી દેવજીભાઈ ફતેપરા અને કોંગ્રેસમાં થી સોમાભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી  હતી. જેમાં ભાજપના દેવજીભાઈ ફતેપરાનો અંદાજે બે લાખ મતોથી વિજય થયો હતો.

ગત લોકસભાની ચૂંટણીમાં પુરુષ મતદારો – ૮,૭૭,૭૪૫, મહિલા મતદારો – ૭,૭૮,૯૧૦મળી ફૂલ ૧૬,૫૬,૬૫૭ મતદારો નોંધાયા હતા. જે પૈકી પુરુષ – ૩,૮૫,૭૭૧ મત, મહિલા – ૨,૮૩,૧૨૪ મત મળી ફૂલ ૬,૬૮,૮૯૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને અંદાજે  ૫૬.૯૧% જેટલું મતદાન થયું હતું

હવે જયારે આગામી લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ૭વિધાનસભા બેઠકોમાં ફૂલ ૧૮,૩૬,૦૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને સાંસદનું ભાવિ નક્કી કરશે જેમાં ૯,૬૪,૬૭૫ પુરુષ મતદારો અને ૮,૭૧,૩૩૬ મહિલા મતદારો નોંધાયા છે.

બેઠકોના જાતી ગણીત ઉપર નજર કરીએ તો સૌથી વધુ મતદારો કોળી સમાજના છે.

જેમાં અંદાજે કોળી મતદારો ( તળપદા + ચુવાળિયા કોળી ) – ૫,૩૬,૯૮૭ (૨૯%) મતદારો છે.  રાજપૂત + દરબાર + કાઠી દરબાર – ૧,૯૮,૩૭૬ (૧૦.૯૮%) મતદારા છે.  દલિત મતદારો – ૧,૮૬,૩૩૭ (૧૦.૧૫%) મતદારા છે. પટેલ મતદારો ( લેઉઆ + કડવા ) – ૧,૬૩,૨૬૫ (૮.૮૯%) મતદારો છે. ભરવાડ + રબારી – ૧,૪૮,૬૬૮ (૮.૧૦%) મતદારો છે. દલવાડી મતદારો – ૧,૧૭,૧૨૯ (૬.૩૮%) છે.મુસ્લિમ મતદારો – ૧,૦૬,૯૦૪ (૫.૮૨%) મતદારો છે.  બ્રાહ્મણ મતદારો – ૪૫,૧૬૪ (૨.૪૬%) મતદારો છે. જૈન મતદારો – ૩૯૪૬૫ (૨.૧૫%) મતદારો મળી ૧૫,૪૨,૨૯૫ જેટલા મતદારો નોંધાયા છે. તેમજ અન્ય જ્ઞાતિ વાળંદ, ગઢવી, લુહાર-સુથાર, દરજી, આદિવાસી, સોની, કંસારા, આહીર, દેવીપૂજક, લોહાણા, સાધુ મહારાજ, સોમપુરા મળી અંદાજે ૨,૯૩,૭૧૬ (૧૬%) મતદારો નોંધાયા છે. આમ ફૂલ મળી આગામી લોકસભાની ચૂંટણી માટે ૧૮,૩૬,૦૧૧ જેટલા મતદારો નોંધાયા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો રાજકીય ઇતિહાસ

 

વર્ષ           વિજેતા  ઉમેદવાર             પક્ષ

૧૯૬૨      ઘનશ્યામલાલ ઓઝા        કોંગ્રેસ

૧૯૬૭      શ્રીરાજ મેઘરાજજી          સ્વતંત્ર પક્ષ

૧૯૭૧      રસિકલાલ પરીખ             કોંગ્રેસ

૧૯૭૭      અમીન રામદાસ કિશોર     બીએલડી પક્ષ

૧૯૮૦      દિગ્વિજયસિંહ ઝાલા        કોંગ્રેસ

૧૯૮૪      દિગ્વિજયસિંહ ઝાલા        કોંગ્રેસ

૧૯૮૮      સોમાભાઈ પટેલ              ભાજપ

૧૯૯૧      સોમાભાઈ પટેલ              ભાજપ

૧૯૯૬      સનતભાઇ મહેતા            કોંગ્રેસ

૧૯૯૮      ભાવનાબેન દવે               ભાજપ

૧૯૯૯      સવશીભાઈ મકવાણા        કોંગ્રેસ

૨૦૦૪      સોમાભાઈ પટેલ              ભાજપ

૨૦૦૯      સોમાભાઈ પટેલ              કોંગ્રેસ

૨૦૧૪    દેવજીભાઈ ફતેપરા   ભાજપ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.