Abtak Media Google News

પૂ.ચીન્મયાનંદજી અને પૂ.વૃષભદેવાનંદજીની  ઉપસ્થિતિમાં મહત્વની મીટીંગ મળી

સમગ્ર ભારતમાં રસ્તા પર રખડતાં, નિ:સહાય ગૌવંશની બહુ મોટી સમસ્યા છે જેના હિસાબે ગૌવંશ અને પ્રજા બંનેને અનેકવિધ સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવી છે તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ડો.વલ્લભભાઈ કથીરીયાએ કાર્યભાર સંભાળ્યા બાદ તુરંત જ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબની કામધેનુ ગૌમાતાનાં સંવર્ધન, સંરક્ષણ અને વિકાસ અંગેની પરીણામલક્ષી કામગીરીનો શુભારંભ થઈ ગયો છે. ખાસ કરીને રખડતાં ગૌવંશની સમસ્યાનાં કાયમી નિરાકરણ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ કટીબઘ્ધ છે ત્યારે આ વિષય અંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી અને જેઓ પોતે પણ પશુ ડોકટર છે તેવા ડો.સંજીવ કુમાર બાલયાનના દિલ્હી ખાતેનાં નિવાસસ્થાન પર મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં મુઝફરનગર ખાતે કાઉ સેન્ચયુરીનાં નિર્માણ અંગે પણ મહત્વની ચર્ચા પૂ.સ્વામી ચીન્મયાનંદજી અને પૂ.સ્વામી વૃષભદેવાનંદજીની પ્રેરક ઉપસ્થિતિમાં કરાઈ હતી. આ બેઠકમાં દેશી કૂળની ગાયોનાં સંવર્ધન, સંરક્ષણ અને વિકાસ અંગેની પણ મહત્વની ચર્ચાઓ થઈ. રાષ્ટ્રીય કામધેનુ આયોગ ટુંક સમયમાં કામધેનુ વન્ય વિહાર પરીયોજના શરૂ કરશે જેમાં ખાસ કરીને નિ:સહાય, રખડતા પશુઓને કાયમી રીતે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામ થશે. આ અંગે વિચાર-વિર્મશ કરવા માટે મુઝફરનગર ખાતે સંગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીવદયાપ્રેમીઓ, ગૌસેવકો, ગૌશાળાનાં પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડુતો, વૈજ્ઞાનિકો સાથે આ અંગે વાર્તાલાપ થશે તેમ રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.