Abtak Media Google News

કચ્છ સૌરાષ્ટ્ર પ્રલડકટીવીટી કાઉન્સીલ રાજકોટ અને ડાયરેકટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ અમદાવાદ સંયુકત ઉપક્રમે તા.ર૦ ડીસેમ્બરના  રાજયના વિવિધ ઔઘોગિક એકમોની જાણકારી અને જાગૃતિ માટે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે ઇન્ડસ્ટ્રીઅલ સેફટી હેલ્થ એન્ડ એન્વાયરમેનટ એ વિષય ઉપર સેમીનારનું આયોજન કરાયું છે. આ સેમીનારમાં રાજયના વિવિધ ઔઘોગિક એકમોમાંથી ૧૦૦૦ થી વધારે ડેલીગેઇટ ભાગ લેનાર છે. સેમીનારનું ઉદધાટન શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોરના હસ્તે કરવામાં આવશે. ધારાસભ્ય અને ઉર્જા અને પેટ્રોલીયમ વિભાગના પૂર્વ રાજય મંત્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય મહેમાનપદે તેમજ શ્રમ નિયામક સી.જે. પટેલ અતિથિ તરીકે ઉ૫સ્થિત રહેશે.

કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેએ માહીતી આપતા જણાવેલ હતું કે આપણા દેશમાં શહેરીકરણ અને ઔઘોગિકકરણને કારણે લધુ, મઘ્યમ અને મોટા ગજાના ઉઘોગોની સંખ્યા અને તેમા કામ કરતાં કામદારોની સંખ્યામાં રાજય અને રાષ્ટ્રીય  સ્તરે જબરદસ્ત વધારો થઇ રહેલ છે. નવી ચુંટાયેલી કેન્દ્ર સરકારની ઔઘોગિક નીતીઓ અને કામદાર કાયદાઓમાં થઇ રહેલા મુળભુત ફેરફારોને કારણે ઉઘોગોનોવિકાસ ઝડપ ભેર થઇ રહેલ છે. આ સંદર્ભમાં વિશેષ માહીતી આપતા જણાવેલ હતું કે ઔઘોગિક એકમોના માલીકો અને કામદારોમાં ઔઘોગિક સલામતિ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ બાબતમાં જરુરી જાગૃતિ લાવવા આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. કાઉન્સીલના ઉપપ્રમુખ અને જાણીતા ઉઘોગપતિ મૌલેશભાઇ ઉકાણી અને સેફટી ક્ધસલ્ટન્ટ ડી.જી. પંચમીયાએ જણાવેલ હતું કે આ સેમીનારમાં ઔઘોગિક એકમોના એચ આર વિભાગના અધિકારીઓ, સેફટી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, મેનેજરો અને સુપરવાઇઝરો ભાગ લેનાર છે. સેમીનારમાં ઔઘોગિક સલામતીની વર્તમાન સમયમાં અગત્યતા પ્રદુષણના પડકારો અને તેના ઉપાયો, ફાયર  સેફટીના નોર્મસ તથા વર્તમાન પરિસ્થિતિમાં તેની અગત્ય ઉત્સાહપૂર્ણ ટીમ દ્વારા સફળતા વિગેરે વિષયો ઉપર નિષ્ણાંત વકતાઓ માર્ગદર્શન આપશે.

આ સેમીનારને સફળ બનાવવા કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે, અને ડીસ અમદાવાદના ડાયરેકટર પી.એમ.શાહ ના માર્ગદર્શન હેઠળ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ રાજકોટના જોઇન્ટ ડાયરેકટર એચ.એસ. પટેલ અને ડે. ડાયરેકટર આર.એ. પરમાર કેએસપીસીના ઉપપ્રમુખ  મૌલેશભાઇ ઉકાણી, ડી.જી. પંચમીયા, મંત્રી મનહરભાઇ મજીઠીયા, રામભાઇ બચ્છા, સહીતના સેમીનારને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ છે. આ સેમીનારમાં ભાગ લેવા માંગતા ડેલીગેટસનું રજીસ્ટ્રેશનત  તા. ૧૮-૧ર-૧૯ સુધી થશે. વધુ વિગત માટે કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ ૬-રજપુતપરા ચેના ડાઇનીંગ હોલ સામે રાજકોટ  મો. નં. ૦૨૮૧ ૨૨૨૬૯૩૫ ઉપર સંપક સાધવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.