Abtak Media Google News

કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાન સરહદે આવેલા હરામી નાળાથી  BSF 3 પાકિસ્તાની માછીમારોને પાંચ બોટ સાથે પકડી પાડ્યા છે. ક્રીક વિસ્તારમાં આવેલા આ સ્થળેથી અવારનવાર પાકિસ્તાની માછીમારો બોટ સહિત પકડાતા હોય છે. બીએસએફે પાક માછીમારોને સ્થાનિક પોલીસને હવાલે કરી દીધા.

બીએસેફની 79મી બટાલિયનના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે 3 માછીમારોને ઝડપી પાડ્યા હતા. હરામી નાળાના કાટખૂણેથી માછીમારી દરમિયાન પાક માછીમારો ઘૂસી આવતા હોય છે. સામા પક્ષે ભારતના માછીમારો પણ આ વિસ્તારમાંથી પાકિસ્તાનના એરિયા જતા તેમની પણ અટકાયત પાકિસ્તાન કરતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.