Abtak Media Google News

બોલીવુડની લોકપ્રિય બેલડી પર ટ્રેન્ડ ફૂટવેરનો ટ્રેન્ડસ વધારવા જવાબદારી

ભારતની ટોચની રીટેઈલ કંપની રીલાયન્સ રીટેઈલ દ્વારા ફૂટવેર રીટેઈલ આઉટલેટચેન ટ્રેન્ડ ફૂટવેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવુડની યુવા બેલડી કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાએ કરાર કર્યા હોવાની જાહેરાત કરી છે.

ભારતના ફૂટવેર બજારમાં બાળકો મહિલા અને પુરૂષ માટેની ઓલરેન્જ બજારમા ટ્રેન્ડ ફૂટવેરે એક અલગ અને આગવુ સ્થાન ધરાવે છે. અને ફૂટવેર ફેશન ઉદ્યોગમાં દબદબા સાથે નાનામોટા શહેરોમાં આઉટ લેટ નેટવર્ક અને ગ્રાહકોની  જાણીતી બ્રાન્ડ બની છે.

ફેશન-લાઈફ સ્ટાઈલ રીલાયન્સ  રીટેઈલ લી.ના પ્રેસીડેન્ટ સી.ઈ.ઓ અલ્કેશ પ્રસાદે કહ્યું હતુકે ભારતના વિશાળ ગ્રાહક સમુદાયને અધ્યતન  ડીઝાઈન ફેસન ટ્રેન્ડી ફૂટવેર પુરા પાડતી ટ્રેન્ડ ફૂટવેર યુવા વર્ગ સાથે વિશેષ નાતો  બાંધવામાં અને લેટેસ્ટ ફૂટવેરની તમામ રેન્જની  ઉપલબ્ધીનું એક વિશ્ર્વાસપાત્ર સ્થળ બન્યું છે.

અમે બોલીવુડના બે લોકપ્રિય કલાકાર અને કરોડો યુવાનોના ધીલોની ધડકન બેલડી કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાને ટ્રેન્ડફૂટવેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કર્યા છે. ટ્રેન્ડ ફૂટવેરનાં સીઈઓ નીતીનકુમારે કહ્યું હતુકે ટ્રેન્ડ ફૂટવેર મહિલા-પુરૂષ, બાળકો માટે અધ્યતન ડીઝાઈનના તમામ ફૂટવેરની વિશાળ શ્રેણી એક જગ્યાએ ઉપલબધ કરાવશે.

સિધ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુકે ટ્રેન્ડી ફૂટવેર જેવી લોકપ્રિય બ્રાન્ડ સાથે જોડાવવા બદલ હું ખૂબજ પ્રસન્ન છું,  પોતે પણ ફૂટવેરનો ચાહક છું મને પુરૂષોની સ્માર્ટ, કેશ્યુઅલ અને સ્પર્શનાલીટી   ખૂબજ ગમે છે આ બધી રેન્જ ખૂબજ સારી છે.

કયારા અડવાણીએ આ કરાર અંગે  પ્રસન્નતા સાથે જણાવ્યું હતુ કે ટ્રેન્ડ ફૂટવેર ફેશન અને  ટ્રેન્ડનો  પ્રભાવ છે.  ગ્રાહકોમાં  લોકપ્રિય, ગુણવતા યુકત ફૂટવેર માટે દેશભરમાં દરેક પ્રસંગો માટે અને ઘડીયાળના કાટે બદલતા તમામ પ્રકારના ફૂટવેર  કેશ્યુઅલ, પાર્ટીવેર, ઘરવપરાાશના તમામ  રેન્જ અને અગલ અલગ કિમંતના ફૂટવેર  એક જ જગ્યા ઉપલબ્ધ  કરાવતા ટ્રેન્ડ ફૂટવેર સાથે જોડાવવાનો મને આનંદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.