Abtak Media Google News

જનવિકલ્પ પાર્ટીના પ્રવક્તા પાર્થેશ પટેલે ભાજપ દ્વારા પુન: સત્તા મળે તો વિજય રૂપાણીને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની જાહેરાતને હાસ્યાસ્પદ ગણાવીને જણાવ્યું હતું કે રૂપાણીના રાજમા ગુજરાતની શું હાલત થઇ છે તે પ્રજાએ જોયું છે.  રૂપાણી રિમોટ કંટ્રોલથી ચાલતા મુખ્યમંત્રી છે ત્યારે ગુજરાતની પ્રજા રિમોટ કંટ્રોલથી ચાલતા આવા મુખ્યમંત્રી જોઈએ છે કે પછી પ્રજાને જેઓ હાઈકમાન્ડ માને છે તેવા સફળ, અનુભવી અને પ્રજાની નાડ પારખનાર શંકરસિંહ વાઘેલા જોઈએ છે?  ગુજરાતની પ્રજાએ રાજપા સરકારમાં વાઘેલા બાપુની સફળ અને પ્રજાઉપયોગી કામગીરી જોઈ છે. પ્રજાના હિતમાં બાપુએ એક જ ઝાટકે તાલુકા-જિલ્લાઓનું વિભાજન કરીને ૬ નવા જીલ્લા અને ૨૫ નવા તાલુકાઓનું સર્જન કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીમાં તાલુકા કે  જીલ્લાનું તો શું એક ગામનું વિભાજન કરવાની પણ નૈતિક અને વહીવટીય કુશળતા નથી. તેમણે દોઢ બે વર્ષ જે ગુજરાત ચલાવ્યું તે રીમોટ કંટ્રોલથી ચલાવ્યું તે સૌ જાણે છે. જેમના હાથમાં રિમોટ કંટ્રોલ છે તેમને પૂછ્યા વગર તેઓ પાણી પણ પી શકતા નથી એવા નબળા અને સેબીએ જેમની કંપનીને ૧૫ લાખનો દંડ ફટકાર્યો તેવા મુખ્યમંત્રીને ફરી સત્તા સોપવામાં આવે તો ગુજરાત ક્યા જશે? ગુજરાતને શંકરસિંહ વાઘેલા જેવા મુખ્યમંત્રીની જરૂર છે જેમને આખુ ગુજરાત ઓળખે છે. જેઓ પ્રજાની સાથે સીધી રીતે અને પ્રજાના સુખ-દુખમાં ભાગ લેનાર હ્યુમન ટચ ધરાવતા સહદય નેતા છે. ફેસબુક લાઈકમાં વાઘેલા બાપુ ૧૬.૪૮ લાખ લાઈક સાથે સૌથી વધુ લોકપ્રિય નેતા પુરવાર થયા છે જ્યારે ભાજપ જેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માગે છે તેવા રૂપાણી ૧૫.૯૬ લાખ લાઈક સાથે બીજા નંબરે આવ્યા છે. કોઈની મહેરબાનીથી મુખ્યમંત્રી બનેલી વ્યક્તિ પોતાના ગોડફાધરને રાજી કરશે કે પ્રજાનું કલ્યાણ કરશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.