Abtak Media Google News

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તરછોડાયેલ આ દીકરીનું ભવિષ્ય બન્યું ઉજળું: બાલાશ્રમની “તન્મય” નામ અપાયું “આહના”

દીકરી આહનાના યુ.એસ. સ્થિત પિતા ઉમેશ શ્રીવાસ્તવા કોમ્પ્યુટર એન્જિનિયર, માતા શિવાની છે શિક્ષક

Dsc 5915

રાજકોટના ગોંડલ રોડ પર માનવ સેવાના યજ્ઞ જેવી સંસ્થા કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમમાં 125 થી વધુ નીરાશ્રીત અનાથ બાળકોને જતન પૂર્વક સાચવી માનવ સેવા મહાયજ્ઞ હવે અનેક નિસંતાન શેર માટીની ખોટ ભોગવતા પરિવારજનો  ને વારસદાર આપવા નીમીત બની રહી છે.

કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમ ખરાઅર્થમાં તરછોડાયેલા માનવ રત્નો માટે આશ્રય સ્થાન અને સંસ્થા માનવ મંદિર બની રહી છે.કાઠીયાવાડ બાલાશ્રમમાં દાયકા પૂર્વે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તરછોડાએલી બાળકીને અમેરીકાના અને મૂળ ભારતીય, પુત્રી માટે ઝંખતા દંપતિએ દત્તક લઇ દોઢ વર્ષની દત્તક પ્રક્રિયા પુરી કરી અમેરીકા લઇ જવા માટે તૈયારી કરી રહ્યાં છે.

Dsc 5932

બાળકીના દત્તક માવતર મુળ બિહારના અને દિલ્હીથી અમેરિકા જઇ મીશેગનના મીડલેન્ડ શહેરમાં સ્થાયી થયેલ ઉમેશભાઇ શ્રીવાસ્તવા, તેમના પત્ની શીવાનીબેનએ દિકરી દત્તક લેવાના  સંકલ્પથી લઇ આજે પોતાના ઘેર લક્ષ્મીજીના પધરામણીની આખી સીલ સીલા બંધ વિગતો ભાવુક થઇને અબતક મીડિયા ને આપી હતી.કાઠીયાવાડ નીરાશ્રમ બાલાશ્રમના પ્રમુખ  હરેશભાઇ વોરાએ અમેરિકન દંપતિની દત્તક પ્રક્રિયા તેમજ બાલાશ્રમના બાળકોની સંખ્યાની વિગતો આપણા જણાવેલ કે ગોંડલ રોડ પર આવેલી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમનું નામ ભલે નિરાશ્રીત બાલાશ્રમ હોય પણ ખરેખર નીરાધરો માટે સાચા અર્થમાં આશ્રીત આશ્રમ બની રહી છે.

 

સંસ્થામાં તરછોડાયેલા અનાથ 125 માનવ રત્નોની રખેવાળીનો યજ્ઞ ચાલે છે. બાળકને જતન પૂર્વક ઉછેરી ભણાવી ગણાવી પગભર કરવા સાથે કોઇ સુપાત્ર બાળકને દત્તક લેવા તૈયાર થાય તો દત્તક લેનારની પાત્રતા પૂર્ણ રીતે ચકાસી તેને દત્તક આપવામાં સંસ્થા સચેત રહી અન્યાય કે અજુગતુ ન થાય તેની ચીવટ રાખી માવતર જેમ દિકરીને સાસરે વળાવે તે જ રીતે જતન પૂર્વક કાઠીયાવાડી બાલશ્રમ દિકરી-દિકરા નો પાલક માાતા-પિતાના સંગાથે વળાવી છે.

કાઠીયાવાડ બાલાશ્રમ એવું માનવ મંદિર છે કે અહી આવી સેવાની અભિભૃત થનાર પ્રત્યેક વ્યકિત સંસ્થાના દરવાજે પ્રમાણ કરી વિદાય લે છે.

આજે મીરોગનના અમેરિકન શ્રીવાસ્તવા દંપતિને દત્તક દેવાયેલી દિકરી 12 વર્ષ પુર્વ રેલ્વે સ્ટેશનથી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. માનવ ફુલના રૂપમાં મળેલી એ બાળકીને સંસ્થામાં જતત પૂર્વક ઉછેરવામાં આવી આજે ચોથા ધોરણની હોશીયાર વિદ્યાર્થીની તરીકે તન્મય સ્માર્ટ બની છે. જમણા કાનની બંધ નર્સના કારણે દિવ્યાંગ ગણાતી તન્મય ખુબ હોશિયાર ભાવુક અને પ્રેમ ઉભરાય એવી માસુમ છે. અમેરિકાની શ્રીવાસ્તવા દંપતિએ બાળકી લેવા સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થાએ કોમ્પ્યુટર એન્જીનીયર ઉમેશભાઇ શ્રીવાસ્તવા, શિક્ષિકા શીવાનીબેન તેમના પુત્ર અરહંત વિશે સંપુર્ણ જાણકારી વેરીફીકેશન કરી તન્મય ને દત્તક આપવાનો નિર્ણાય કર્યો હતો.દિકરીને આહના નામ આપી પરિવાર ખૂબ ખુશ થયો છે અને પોતાને ઘેર લઈ જવા આતુર છે.

દિકરીનો જન્મ થવો એ માનવ સમાજ માટે ગૌરવની વાત ગણાય: શિવાની શ્રીવાસ્તવા

Vlcsnap 2023 05 09 12H11M51S286

કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાંથી દિકરી દત્તક લેનાર શિવાનીબેને જણાવેલ કે અમે નસીબદાર બન્યા, દિકરી નો જન્મ માનવ જાત માટે ગૌરવની વાત છે. માટે દિકરી જ એડોપ્ટ કરવાનું નકકી કર્યુ ઘરમાં લક્ષ્મીજીના પગલા જરુરી છે. તેમણે સમાજ જોગ સંદેશમાં દીકરી જ પરિવારને ઉજાળે તેમ જણાવી ભૃણહત્યાનું પાપ ન કરવા દિકરીને જન્મવા દેવા અપીલ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બેટી બચાવ બેટી પઢાવ અભિયાનને સાર્થક કરવા જન જનને અપીલ કરી છે.

દિકરી રૂપી લક્ષ્મી વિના પરિવાર અધુરો: ઉમેશ શ્રીવાસ્તવા (પિતા)

Vlcsnap 2023 05 09 12H11M28S715

રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમ ની દીકરી તન્મયને “આહના”નું નવું નામ આપી દત્તક લેનાર અમેરીકા નિવાસી મૂળ ભારતીય ઉમેશભાઇ શ્રીવાસ્તવાએ જણાવેલ કે મને ભગવાને બધુ આપ્યું છે. સારી આવક, પુત્ર સાથેના પરિવારમાં કંઇ ખુટતું નથી પણ હું માનું છું કે દિકરી વિના પરિવાર ઘર અધૂરા છે. કાઠીયાવાડ બાલાશ્રમનો રૂણી રહીશ મારી દીકરીને કેરીયર જીવનમાં પુરી સ્વતંત્રતાથી ઉછેરીશ.મારે ઘેર લક્ષ્મી પધાર્યા ખૂબ ખુશ છું

કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમના પગથીયે પ્રણામ કરી લોકો ધન્ય બને છે: હરેશભાઇ વોરા

B0E69Ecb 25A2 4A02 B410 Ada08Bd7322C

 

 

સંસ્કારનગરી રાજકોટમાં વર્ષોથી કાર્યરત કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમમાંથી વધુ એક માનવ ફુલ સમાન દિકરી , દિકરી વિહોણા પરિવાર માટે આશીર્વાદ રૂપ બનવા જઇ રહી છે. બાલાશ્રમ ના પ્રમુખ હરેશભાઇ વોરાએ જણાવેલ કે અમારી સંસ્થા માનવ સેવા મંદિર છે. નામ ભલે ‘નિરાશ્રીત’ હોય પણ બાલાશ્રમ બાળકો માટે આશ્રમ બન્યા છે. અહી આવનારી સંસ્થાની સેવા જોઇ જતી વખતે લોકો સંસ્થાને મંદિર ગણી પગથીયે પ્રમાણ કરીને જાય છે. અમારા માટે સાચા આશીર્વાદ એ જ છે. આગામી દિવસોમાં વધુ એક દીકરો અમેરિકા જઈ રહ્યો છે તે માટેની પ્રોસેસ પૂર્ણ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.