Abtak Media Google News

સસ્તા અનાજની દુકાન ની તપાસણીના નીલ રિપોર્ટ માટે લાંચ માંગી હતી

જામનગર જિલ્લાના લાલપુર ની સરકારી કચેરીના મામલતદાર વર્ગ- 2 સસ્તા અનાજના એક વેપારી ને બેમાસિક અનાજ ચેકિંગનો નિલ રિપોર્ટ આપવા માટે રૂપિયા 1,600 ની લાંચ માંગી હતી.

જે લાંચ ની રકમ સ્વીકારવા માટે આજે જામનગરની એ.સી.બી.ની ટિમ દ્વારા લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને તે રકમ લેવા જતાં લાલપુરના મામલતદાર  અને વચેટિયો ઝડપાઈ ગયા છે. જે બંનેની લાંચ રૂશ્વત ધારા હેઠળ અટકાયત કરી લેવામાં આવી છે, અને બંનેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

આ લાંચ ના બનાવ અંગેની વિગતો એવી છે કે જામનગરની લાંચ રૂશ્વત શાખાને એક જાગૃત દ્વારા એવી ફરિયાદ આપવામાં આવી હતી, કે તેઓને લાલપુરમાં પોતાના માતાના નામે સસ્તા અનાજ ની દુકાન  આવેલી છે, જેનું પોતે સંચાલન કરે છે. જેની તપાસ નો નિલ રિપોર્ટ આપવા માટે લાલપુર મામલતદાર ની કચેરીનો સંપર્ક સાધતાં લાલપુર ની કચેરીના મામલતદાર વર્ગ-2 બીપીનભાઈ નારણભાઈ રાજકોટીયા (56 વર્ષ) એ લાંચ ની માંગણી કરી હતી.

તે રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેણે જામનગરની એસીબી શાખાનો સંપર્ક સાધ્યો હતો. જેના અનુસંધાને આજે લાલપુરમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન લાલપુરના લક્ષ્મીપાર્ક મેઇન રોડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ ના મકાનની બાજુના ખુલ્લા પ્લોટ માં બીપીનભાઇ રાજકોટિયા વતી લાલપુરના પ્રજનન ખાખાભાઈ નારણભાઈ સાગઠીયા લાંચની રકમ સ્વીકારવા આવતાં  જામનગર એસીબી ની ટીમે બંનેને લાંચ ની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા છે, અને તે બંનેને જામનગરની કચેરીએ લઈ આવ્યા પછી તેઓ સામે લાચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને બંનેની વિશેષ પૂછપરછ ચલાવાઈ રહી છે.

Screenshot 5 8 લાલપુરના લાંચિયા મામલતદાર બે રૂપિયા લેખે પરમીટનો ભાવ નક્કી કરાયો હતો

લાલપુરના મામલતદારને આજે જામનગર એ.સી.બી.ની ટીમે લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા છે.જે લાંચિયા મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકની પરમિટ દીઠ બે રૂપિયા લેખે ની રકમ નો ભાવ નક્કી કરાયો હતો. લાલપુરના સસ્તા અનાજ ની દુકાન ના વેપારી કે જેની દુકાનમાં 400 જેટલા રાશનકાર્ડ ધારકો છે, જે ગ્રાહકોની અનાજના હિસાબ ની ચકાસણી કર્યા પછી તપાસણી નો નિલ રિપોર્ટ આપવા માટે પ્રત્યેક રેશનકાર્ડ દીઠ બે રૂપિયાનો ભાવ નક્કી કરીને બે માસ ના 1600 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તે રકમ આપવી ન હોવાથી જામનગર એ.સી.બી. શાખા નો સંપર્ક સાધી ને લાંચ નું છટકું ગોઠવ્યું હતું, અને મામલતદાર દ્વારા નક્કી કરાયેલો ભાવ સામે આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.