Abtak Media Google News

રેલવે ફાટક કઈ રીતે ઓળંગવું તેનું માર્ગદર્શન અપાયું

રાજકોટ રેલવે મંડળ દ્વારા ઉજવાઈ રહેલા ‘આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસીંગ જાગ‚કતા સપ્તાહ’ના ચોથા દિવસે ડીઆરએમ ઓફિસ કેમ્પસથી કિશાનપરા ચોક સુધી સેફટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશાળ બાઈક રેલી નીકળી હતી. બાઈક રેલીને રાજકોટ મંડળનાં રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલે એ પ્રસ્થાન કરાવ્યું હતુ શહેરની આરટીઓ ટીમ, સીટી પોલીસ, રેલવે સુરક્ષા બળ, સ્કાઉટ ગાઈડ, સિવિલ ડિફેન્સ અ

Advertisement
Large-Bike-Rally-Held-From-Dmm-Office-Campus-To-Kisanpore-Chowk
large-bike-rally-held-from-dmm-office-campus-to-kisanpore-chowk

ને રેલવેના વિવિધ વિભાગના અધિકારીઓએ બાઈક રેલીમાં ભાગ લીધો હતો. સુરક્ષાનો સંદેશો આપતા ટી-શર્ટ, કેપ, બેનર, પોસ્ટર વગેરેથી સુશોભીત લગભગ ૩૦૦ લોકો બાઈક રેલીમાં જોડાયા હતા આ તકે સંરક્ષા અધિકારી આર.સી. મીનાએ કહ્યું હતુ કે બાઈક રેલીનો મુખ્ય ઉદેશ્ય લોકોમા લેવલ ક્રોસીંગ ગેટ પાર કરતી વખતે ધ્યાનમાં રખાતી સાવચેતી અંગે જાગૃકતા ફેલાવવાનો છે.

આ પ્રસંગે એસ.એસ. યાદવ, વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ તથા, અન્ય વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ અને રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.