Abtak Media Google News

સરપંચે સાંસદ, ધારાસભ્ય અને  અધિકારીઓને અનેક વખત કરી રજૂઆત

લાઠી તાલુકા ના શાખપુર ગામે ચાર પાંચ વર્ષથી ગ્રામ પંચાયત નું કામ અધૂરું સ્થાનિક સરપંચ ની વારંવાર ની રજુઆત છતાં ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડીંગનું કામ હજુ પૂર્ણ કરવામાં આવેલ નથી અનેક વખત તાલુકા જિલ્લા સંકલન સાંસદ  ધારાસભ્ય  અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર રજૂઆત કરવા છતાં કોઈપણ જાત ની કાર્યવાહી થયેલ નથી હાલ શાખપુર ગામે ગ્રામ પંચાયત બિલ્ડીંગ પણ નથી અને હવે સરપંચ  જશુભાઈ ખુમાણે કલેકટર શ્રી અમરેલી અને જિલ્લા વિકાસ અધિકારી રૂબરૂ મુલાકાત કરી અને આ બાબતે ચર્ચા કરવા એપોઇન્ટમેન્ટ પણ માંગી અને રૂબરૂ ચર્ચા વિચારણા કરી અને અધૂરું ગ્રામ પંચાયત કચેરીનું કામ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરાશે જો આ રજૂઆતમાં ઉકેલ નહીં આવે તો થોડા સમયની અંદર જ જિલ્લા વિકાસ અધિકારી સામે ઉપવાસ ઉપર બેસવાની પણ જાહેરાત કરાશે  તેવું  સરપંચ   જશુભાઈ ખુમાણ દ્વારા જણાવાયું  હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.