Abtak Media Google News

2 થી 4 વર્ષ સુધીના 25 બાળકો પ્રવેશ અપાયો

રાષ્ટ્રીય શાળા સંચાલિત રાષ્ટ્રીયશાળા સંચાલિત ” બાલમંદિર એ લાંબા સમયથી બંધ હતું . 2001 ની સાલમાં આવેલ ભૂકંપને કારણે સાવ જર્જરીત થઈ ગયેલ ત્યારબાદ વલસાડ નિવાસી દાતા ગૌરવભાઈ પંડ્યાએ બાળકો માટેનું બાલમંદિર રિનોવેશન કરાવીને ક્રીડાંગણ પણ કરાવી આપેલ છે .

રાષ્ટ્રીયશાળા ટ્રસ્ટી મંડળ, રાષ્ટ્રીયશાળાની મંદ પડી ગયેલ પ્રવૃતિઓને ફરી ચાલુ કરવા સતત પ્રયત્નશીલ છે . પરંતુ ફંડના અભાવે તેમજ અન્ય કારણોસર પ્રવૃતિઓ અટકી જતી હતી, પરંતુ હાલમાં તા .5 /7/2022 થી  રાષ્ટ્રીયશાળા પ્રિમાઈસીસમાં બાલમંદિરનો પ્રારંભ કરેલ છે . જેનું ઉધ્ધાટન સંસ્થાના ટ્રસ્ટી  જયંતિભાઈ કાલરિયાનાં  હસ્તે કરવામાં આવેલ . જેમાં 2 થી 5 વર્ષ સુધીના 25 બાળકોએ એડમિશન લીધેલ છે અને પ્રવાહ ચાલુ જ છે . ખાસ એ કે બાળકો પાસેથી કોઈપણ જાતનીની ફી લેવામાં આવતી નથી . પરંતુ અન્ય રેપ્યુટેડ બાલમંદિરની તેમજ શિક્ષણ આપવા માટે સંસ્થા કટીબધ્ધ છે . આ તબકકે બાળકોને ડ્રેસ તથા બુટ  મીનાબેન કુંડલિયા કોલેજનાં પ્રિન્સીપાલ  સ્મિતાબેન ઝાલા તરફથી પૂરી પાડવામાં આવેલ છે.

સાથોસાથ રાષ્ટ્રીયાળા શિક્ષણ સમિતિના ચેરમેન  નિદતભાઈ બારોટનો પૂરેપૂરો સહકાર માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગથી આજે બાલમંદિર ધમધમી રહયું છે .તેમજ તેમના અથાગ પ્રયત્નોથી રાષ્ટ્રીયશાળા સંચાલિત મહાત્મા ગાંધી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટમાં બીસીએનાં કૌર્ષની પણ માન્યતા મળી ગઈ છે. જેના માટે પણ એડમિશન ચાલુ છે.

આ તબક્કે સંસ્થાના ટ્રસ્ટી  જયંતિભાઈ કાલરિયા મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ રાષ્ટ્રીયશાળા શિક્ષણ સમિતિના ચેરમેન નિદતભાઈ બારોટ પ્રિન્સિપાલ  સ્મિતાબેન ઝાલા , આર્કટેક નિરવભાઈ સોની , વંશીબેન , સીનીઅર સીટીઝન કલબના ચેરમેન દેવેન્દ્રસિંહ રાણા ,  તખુભા રાઠોડ,  નંદલાલભાઈ જોષી, જગદેવસિંહ જાડેજા, બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહેલ પ્રથમ દિવસે બાળકો સહિત વાલીઓ પણ હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.