Abtak Media Google News

આપણાં સમાજ અને આપણાં ઘરનું અભિન્ન અંગ એટલે સ્ત્રી જેના વગર આપણે એક શ્રેષ્ઠ સમાજની કલ્પના પણ ન કરી શકીએ. નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પોતાની શ્રેષ્ઠ ભૂમિકા ભજવનાર એકમાત્ર વ્યક્તિ એટલે કે, સ્ત્રી દીકરી થઈને એક ઘરને રળિયામણું બનાવે તો એક વહુ બનીને બીજાના ઘરને શોભા આપે છે. એક મહિલા પત્ની બનીને પોતાના પતિને પોતાનું સર્વસ્વ પ્રદાન કરનારી અને એક માતા બનીને પોતાના બાળકો માટે જીવે એ છે સ્ત્રી. સાસુ બનીને આખા ઘરને સાચવનારી તો દાદી અને નાની બનીને ઘરની છત પૂરી પાડનાર એ છે એક સ્ત્રી. એક જ રૂપના અનેક સ્વરૂપ એ છે સ્ત્રી.

મહિલા જેને સમાજનું ઘરેણું માનવામાં આવે છે. જેનો સમાજ, શિક્ષણ કે સંસ્કૃતિ એમ તમામ ક્ષેત્રે અનન્ય ફાળો રહેલો છે. એક સ્ત્રીની જીવનગાથા કોઈ સંઘર્ષથી કમ નથી હોતી. જેનાથી સૌ કોઈ જાણીતા જ હશે. એક મહિલા કોઈની પુત્રી, કોઈની પુત્ર વધુ, કોઈની બહેન તો કોઈની પત્ની અને ખાસ એક “માં”ની ભૂમિકા ભજવી પૃથ્વી પરના આ સમાજને પૂર્ણતા બક્ષે છે. આ મહિલાઓ માટેનો દિવસ એટલે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ 8મી માર્ચના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
1 1615098255

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ઉજવવા પાછળનો હેતું મહિલાઓને તેમના અધિકારો વિશે જાણ કરવાનો છે. મહિલાને આપણાં સમાજમાં સમાનતા પ્રાપ્ત કરાવવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રથમવાર વર્ષ 1996માં ઉજવવામાં આવ્યો હતો અને તે સમયે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘ભૂતકાળની ઉજવણી, ભવિષ્યની યોજના’ની થીમ રાખવામાં આવી હતી.

આજે આપણી સરકાર મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ બાર પાડી છે. મહિલાઓ માટેનાં રક્ષણ અને સમાનતાની વાત કરવામાં આવે છે, પરંતુ શું મહિલા આજે આપણા સમાજમાં સુરક્ષિત છે ? મહિલાઓ પર બળાત્કારના કેસની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થાય છે. આજે પણ ઘણી જગ્યાએ દહેજના કારણે કેટલી સ્ત્રીઓ આપઘાત કરે છે. આજે પણ કેટલી દીકરી

શિક્ષણથી વંચિત રહી જાય છે. જો આપણે દેશને વિકસિત કરવો હોય તો મહિલાનો વિકાસ કરવો આવશ્યક છે કારણ કે, એક મહિલાને આપવામાં આવતું શિક્ષણ ફકત તેના પૂરતું જ મર્યાદિત રેહતું નથી તેના દ્વાર બીજા લોકો પણ શિક્ષિત બને છે.

મહિલાઓનો વિકાસ કરવા માટે ભારત સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી છે જે નીચે મુજબ છે.

૧.બેટી બચાવો બેટી પઢાઓ યોજના

૨.માતા યશોદા ભવિષ્ય નિધિ

૩.કુંવરબાઈનું મામેરું

૪.કિશોરી શકિત યોજના

૫.મહિલા સમૃદ્ધિ યોજના

૬.ઘરદિવડા યોજના

૭.સુકન્યા સમૃદ્ધિ યોજના

૮. મહિલા ઈ હાટ યોજના

૯.વન સ્ટોપ સેન્ટર

૧૦.કિશોરી શકિત યોજના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.