Abtak Media Google News

દુનિયાથી બેખબર સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકો દરેક સમયે પોતાના કાનમાં ઈયરફોન લગાવી રાખે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો તો ચેતી જજો કારણકે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમારા કાનમાં બહેરાશ આવે છે. ઇયરફોનના ઉપયોગથી થતા નુકશાન વિષે જાણો

  • ઇયરફોનથી લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી મગજ પર ખરાબ પ્રભાવ પડે છે. જેનો મતલબ છે કે તમારે આ ગંભીર સમસ્યાઓથી બચવા માટે ઇયરફોનનો ઓછામાં ઓછો વપરાશ કરવો જોઈએ.
  • 90 ડેસીબલથી વધુ અવાજમાં ગીત ન સાંભળો કારણકે બધા ઇયરફોનમાં હાઈ ડેસીબલ વેવ્સ હોય છે. જેનો ઉપયોગ કરવાથી તમે કાયમ માટે સાંભળવાની ક્ષમતા ગુમાવી શકો છો
  • જ્યારે પણ કોઇની સાથે ઇયરફોન શેયર કરો તો ત્યારબાદ સેનિટાઈઝરથી સાફ જરૂર કરો.
  • ઇયરફોન દ્વારા લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી કાનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. ડોક્ટરો મુજબ ઇયરફોનના ઉપયોગથી કાનમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેવુ કે કાનમાં છન છનનો અવાજ આવવો.. સનસનાહટ માથુ અને કાનમાં દુખાવો વગેરે.
  • ઇયરફોનનો સતત ઉપયોગ કરવાથી સાંભળવાની ક્ષમતા 40થી 50 ડેસીબલ સુધી ઓછી થઈ જાય છે. કાનના પડદા વાઈબ્રેટ થવા લાગે છે અને દૂરનો અવાજ સાંભળવામાં પરેશાની થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.