Abtak Media Google News

નિયમિત યોગ કરવાથી જીવનમાં બદલાવ આવે છે: ડો.કમલ પરીખ

લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ચાલી રહેલી આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી નશું કરીએ તો સદાય સાજા રહીએથ અંતર્ગત તાજેતરમાં ડો.કમલ પરીખનું નમેજીક ઓફ યોગાથ વિષય ઉપર પ્રવચન યોજાયું હતું અને મોટી સંખ્યામાં ભાઈઓબહેનોએ તેનો લાભ લીધો હતો. આ પ્રવચન દરમિયાન ડો.કમલ પરીખે યોગ આપણા જીવનમાં કેટલો બદલાવ લાવે છે તે વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૧મી સદીમાં યોગ ખુબ જ પ્રચલિત થઈ ગયું છે. યોગ ખરેખર પોતાના શરીર અને મન માટે મેજીક જેવું કાર્ય કરે છે એટલે યોગના પ્રભાવોને જોતા એને મેજીક ઓફ યોગા કહી શકાય છે.

Advertisement

ઋષિ મુનિઓ, સાધુસંતો, તપસ્વીઓ અને સાધકોએ આદિકાળથી યોગને જીવનમાં અપનાવી પોતાના જીવનને સાર્થક બનાવ્યું હતું. યોગ સાધનાની પઘ્ધતિ છે. યોગના વિવિધ પ્રકારો છે જેમાં જ્ઞાનયોગ, ભકિતયોગ, કર્મયોગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ, રાજયોગ પ્રચલિત છે. મહર્ષિ પતંજલિએ યોગના આઠ અંગોની વ્યાખ્યા કરી છે જેના માધ્યમથી સમાધિ સુધી પહોંચી શકાય છે જેને અષટાંગ યોગ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.