Abtak Media Google News

સુરતના ટ્રાન્સફોર્મેશન કોચ ભાવિનભાઈ શાહ આપશે વકતવ્ય

વર્તમાન સમયમાં લોકો અનેક ચિંતા અને સ્ટ્રેસમાં જીવી રહ્યા છે. બાળકોથી લઇ અને વૃદ્ધો સુધી દરેકને કોઈકને કોઈક સમસ્યા હોય છે, આવા નકારાત્મક વાતાવરણમાં એક સકારાત્મક વિચાર કે પોઝિટિવ ઉર્જા વ્યક્તિના  જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. લોકોના જીવનમાં આવા જ આમૂલ પરિવર્તન માટે  કોચ ફોર લાઈફ અને મિશન મેજિક રાજકોટ દ્વારા તારીખ 16 ઓક્ટોબર -2022 રવિવારના રોજ સવારે 8:50 કલાકે હેમુગઢવી હોલ ખાતે એક અદ્ભૂત એવા  ’ચાલો આભાર માનીએ માતા-પિતાનો’ કાર્યક્રમનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં સુરતના  ટ્રાન્સફોર્મેશન કોચ અને મોટીવેશનલ સ્પીકર ભાવિનભાઈ જે. શાહ વક્તવ્ય આપશે.

‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા જલ્પાબેન પતિરા, ઉર્મિલાબેન જુંગી, તૃપ્તીબેન યાસે વિશેષ વિગતો આપી હતી. ’ચાલો આભાર માનીએ માતા-પિતાનો ’આ કાર્યક્રમ ખૂબ જ વિશિષ્ટ અને લાગણીસભર છે.   સંબંધ બેજોડ શા માટે છે? પરિવારમાં કઈ રીતે સુખ શાંતિ સ્થાપી શકાય?,તમારા સંબંધોમાં કઈ રીતે ઘનિષ્ઠતા લાવી શકાય? તેમ જ પોતાની જાત માટે સમ્માન  કઇ રીતે ઉભુ કરી શકાય?.આ દરેક મુદ્દા સરળ,સકારાત્મક સમજણ દ્વારા શ્રેષ્ઠ રીતે દરેક લોકો અપનાવી શકે એ પ્રકારે રજૂ કરવામાં આવશે .સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ આ કાર્યક્રમ ને  ભવ્ય સફળતા મળી છે.લોકો આંખમાં હર્ષાશ્રુ સાથે ઘરે  પરત ફરે છે. કાર્યક્રમમાં સમજાવવામાં આવતી ખૂબ જ નાની નાની સરળ અને સચોટ વાતો દ્વારા તમે પણ તમારા ઘરમાં સ્વર્ગનું નિર્માણ કરી શકો છો. આવા અદ્ભૂત અને હૃદયસ્પર્શી કાર્યક્રમનું રાજકોટના આંગણે નિ:શુલ્ક આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે 12 વર્ષથી વધુ વયના કોઈ પણ વ્યક્તિ  આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

આપના ઘર આંગણે ઘરને સ્વર્ગ બનાવતા  આ સકારાત્મક કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપ સહુને આપના મિત્રો અને પરિવારજનો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સ્નેહભર્યું આમંત્રણ છે.કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરવા 9428742049, 9879837508, 9427167094, 9409255522, 9409380951, 97265 00918 નંબર પર સંપર્ક કરી શકો છો.

કાર્યક્રમ ને સફળ બનાવવા ગતિબેન દવે,અમિષાબેન દેસાઈ,જલ્પાબેન પતિરા, ઉર્મિલાબેન જુંગી,તૃપ્તિબેન વ્યાસ,જતિનભાઈ ત્રિવેદી, પરાગભાઇ પારેખ,ડિમ્પલબેન તન્ના,રચનાબેન ત્રિવેદી,નિશિતાબેન બરોડીયા,બીનાબેન શાહ, શીતલબેન ભટ્ટી,પ્રકાશભાઈ ચૌહાણ, વિશાલભાઈ ખંભાયતા, પિયુષભાઇ ગોહેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.