Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાન ખાતે સિંહ માદા સ્વાતીએ સિંહ નર મેઘવન સાથેના સંવનનથી એક સિંહબાળને જન્મા આપેલ છે.અગાઉ ઝૂ ખાતે ઉકત માદા સ્વાતીએ તા.૨૪/૦૯/૨૦૧૪ના રોજ પ્રથમ વખત ત્રણ સિંહ બાળ-૦૩ (નર-૧ તથા માદા-૨)ને જન્મર આપેલ. જે તમામ સિંહબાળ હાલ પુખ્ત થઇ ગયેલ છે.

Advertisement

વન્યપ્રાણી વિનીમય હેઠળ સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકારની નિયમોનુસાર મંજુરી મેળવી રાજકોટ ઝૂ ખાતેથી સિંહોને સક્કરબાગ ઝૂ – જુનાગઢ, અમદાવાદ ઝૂ, લખનઉ ઝૂ, છતબીર ઝૂ પંજાબ, મૈસુર ઝૂ, ભીલાઇ ઝૂ  છતીસગઢ, હૈદ્રાબાદ ઝૂ વિગેરેને આપવામાં આવેલ છે.  હાલ ઝૂ ખાતે સિંહ નર  ૫, સિંહ માદા-૧૩ તથા જન્મેલ સિંહ બાળ ૦૧ મળી કુલ  ૧૯ સિંહ સંખ્યા થયેલ છે. હાલ ઝૂમાં જુદી જુદી ૫૩ પ્રજાતિઓનાં કુલ – ૪૦૬ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.