Abtak Media Google News

‘દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ’ ઢોલરા  પ્રેરીત

પ્રાઘ્યાપક તથા વકતા નિલેશભાઇ પંડયાનું સન્માન કરાયું: સૌરાષ્ટ્ર, યુનિ.ના ડો. ચંદ્રવાડીયાએ પણ વકતવ્ય આપ્યું

પ્રાઘ્યાપક તથા વકતા નિલેશભાઇ પંડયાનું સન્માન કરાયું: સૌરાષ્ટ્ર, યુનિ.ના ડો. ચંદ્રવાડીયાએ પણ વકતવ્ય આપ્યું

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતિ ‚ક્ષ્મણીબેન દિપચંદભાઇ ગારડી વૃઘ્ધાશ્રમ દીકરાનું ઘર ઢોલરા પ્રેરિત સાહિત્ય પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા આપણા ગુજરાતમાં લોકગીતોનો અખુટ ભંડાર ભર્યો છે. જેનાથી યુવાધન ભાવિ પેઢી પરિચિત થાય તેવા શુભાશયથી રાજકોટના જાણીતા લોકગાયક નિલેશભાઇ પંડયા સંકલીત ૧૦ જેટલા લોકગીતો અને તેના રસદર્શનનો બહુમૂલ્ય ગ્રંથ ચાંદો ઉગ્યો ચોકમાંનું તાજેતરમાં ગુજરાત સરકારના માહીતી ખાતા દ્વારા પ્રકાશન થયું છે.ત્યારે ચાંદો ઉગ્યો ચોકમાં ગ્રંથને અલગ અલગ પરિપ્રેરિતથી મુકવવા લોકગીતોનો વૈભવ વારસો, લોક સાહિત્યીક, કાર્યક્રમ ગઇકાલના રોજ સાંજે ૬ કલાકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં યોજવામાં આવ્યો હતો.

Advertisement

જેમાં વકતા લોકગાયક નિલેશ પંડયા, સૌરાષ્ટ્ર યુનિ. ના ગુજરાતી ભવનના પ્રાઘ્યાપક ગાયક લેખક ડો. મનોજભાઇ જોશી, સૌરાષ્ટ્ર યુનિ.ના મેધાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. જે.એમ. ચંદ્રવાડીયા ઉ૫સ્થિત રહ્યા હતા અને પોતાનું વકતવ્ય આપ્યું હતું.આ કાર્યક્રમમાં લોકવાયક નીલેશ પંડયાનું સાહિત્ય સેતુ દ્વારા પુષ્પ તથા પુસ્તક આપી ખેસી પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરીકો ઉ૫સ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માણ્યો હતો.

નીલેશભાઇ પંડયા અને મનોજ જોશીએ પોતાની આગવી શૈલીમાં લોકગીતો અને તેનું રસદર્શન કરાવ્યુ હતું.દરમ્યાન અબતક સાથેની એક વાતચીત દરમિયાન અનુપમભાઇ દોશીએ જણાવ્યું હતુ કે લોકસાહિત્યની લોકગીતો વિશેની માહીતી નવી પેઢી સુધી પહોંચે તથા ભાવિ પેઢી આપણીના સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે લોકગીતોનો વૈભવ વારસો લોકસાહિત્યક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

અમોને ખુબ જ આનંદ છે કે લોકોએ હોંશે હોંકે  કાર્યક્રમમાં ભાગ લીધો તેથી અમારો ઉત્સાહ પણ વઘ્યો કાર્યક્રમના વકતા નીલેશભાઇ પંડયા,  ડો. ચંદ્રવાડીયા તથા મનોજભાઇ જોશીએ સરળ શૈલીમાં રજુઆત કરી.આ કાર્યક્રમમાં ૧રપ થી વધુ લોકો ઉ૫સ્થિત રહ્યા હતા ધાર્યા કરતા વધુ લોકો ઉ૫સ્થિત રહેતા અમોને ખુબ જ આનંદ થાય છે. 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.