Abtak Media Google News

સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર જિલ્લામાં લાખોની સંખ્યામાં ત્રાટકેલા તીડના ઝુંડે તલ, જુવાર, મગફળી

સહિતના પાકનો કચ્ચરઘાણ કાઢ્યો: તીડનો સફાયો કરવા દવાનો છંટકાવ, ધારાસભ્યની કૃષિ મંત્રીને રજૂઆત

આ વર્ષ જગતતના તાત માટે ઘાત બનીને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિ ત્યારબાદ અવાર-નવાર ખાબકેલા માવઠાથી ખેડૂતો બેઠો થાય તે પૂર્વે નવેસરથી ચિંતા ઉભી થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ અને ધ્રાંગધ્રાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખોની સંખ્યામાં તીડે આક્રમણ કર્યું છે. મોરબી જિલ્લાના અનેક ગામોમાં જ્યારે ભાવનગર જિલ્લાના વલભીપુર, તાબા, નસીદપુર, મોટી ધરાઇ સહિતના ગામોમાં તીડોના ઝૂંડ દેખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હળવદ તાલુકાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ધાંગધ્રા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝુંડ ત્રાટક તા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે જેી આ બાબતને ગંભીરતાી લઈ ધારાસભ્ય સાબરીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરવા જણાવાયું છે સો સો આ બાબતે કૃષિ વિભાગ દ્વારા પણ બંને જિલ્લાના ખેતીવાડી અધિકારીને બનતા તમામ પગલા લેવા સૂચના આપવામાં આવી હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવાયું છે.

હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે હળવદના રણકાંઠા વિસ્તારોમાં તેમજ ધાંગધ્રા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં તીડનું ઝુંડ આવ્યું છે જેને કારણે ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ વાવેલા પાક હાલ તૈયાર ઈ ગયેલો હોય એવા સમયે તીડનુ ઝુંડ આવતા ખેડૂતો ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે. જોકે આ બાબત ધારાસભ્ય પરસોત્તમભાઈ  સાબરીયા ને ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક અસરી રાજ્યના કૃષિમંત્રીને ઈમેલ દ્વારા પત્ર વ્યવહાર કરી તિડનો ગંભીર વિષય ધ્યાનમાં મૂક્યો છે સો સો ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ તાલુકાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે તીડનું ઝુંડ ત્રાટક્યું છે. જેને કારણે ખેડૂતોની મુસીબતમાં વધારો યો છે. જોકે ખેડૂતો દિવસ અને રાત્રિ ઉજાગરા કરી ખેતરોમાં ઢોલ નગારા તેમજ તગારા ખખડાવી તિડને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્ય છે. સો સો તંત્ર દ્વારા પણ તિડપર નિયંત્રણ મેળવવા અને તેનો નાશ કરવા માટે મોરબી થી ફાયર ફાઈટરની ટીમ બોલાવી રાત્રિના જુના ઇસનપુર અને હાલમાં માલણીયાદ ગામે દવાનો છંટકાવ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રણમલપુરના ખેડૂતોએ સ્વચ્છીક પોતાના ખર્ચે તિડનાશક દવાનો છંટકાવ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

ધ્રાંગધ્રા પંકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં વાવેતર કરેલા ઉભા પાક પર તોડવા ઝુંડનુ આક્રમણ યુ છે. ગઇકાલે મોડી સાંજે અચાનક ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર, સતાપર, નરાળી, કુડા, કોતરણી સહિતના ગામોમા તીડના ઝુંડે આક્રમણ બોલાવ્યું હતું જ્યારે સાંજના સમયે તોડવું આક્રમણ ખેતરો પર તા ખેડુતો પોતાના ઘરે હોય અને આ બાબતની જાણ તા તાત્કાલિક પોતાના ખેતરોમાં જઇ જાળી વેલણી તીડને ભગાડવા માટે પ્રયત્નો હા ધરાયા હતા પરંતુ તોડવી સંખ્યા લાખ્ખોના હોય જેી એકલા ખેડુતી તોડવા કઇ ફેર પડ્યો ન હતો. જ્યારે અનેક ખેતરોમાં વાવેતર કરેલ ઉનાળુ પાકને ભારે નુકશાન થયુ હતુ જોકે મોડી સાંજે ધ્રાંગધ્રા પંકના રણકાંઠામા તોડવું ઝુંડ પહોચતા સાંજના સમયે અહિ અવાવરુ જગ્યા અને બાવળોની ઝાડીઓમાં આ ઝુંડ બેસી ગયુ હતુ. ત્યારે ફરી આજે સવારે પણ આ ઝુંડ પોતાનો આતંક મચાવતા આગળ વધ્યા હતી અને કેટલાય ખેડુતોના પાકને ભારે નુકશાન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.