Abtak Media Google News

લોધીકા ગામે લોધીકડી નદી પાસે નવો કુવો મંજુર થતા તેને ગાળવા અંગે સરકારની યોજના મુજબ ૧૦ ટકા લોકફાળાની રકમ પ્રથમ ભરવાની થતી હોય આ રકમ હાલ લોધીકાના વતની પ્રતાપભાઈ છગનભાઈ બાલાણીએ વતનનું ઋણ અદા કરવા તથા ગ્રામજનોને પાણીની સમસ્યાના નિવારણની ભાવના સાથે રૂપિયા એક લાખનું અનુદાન ગ્રામ પંચાયતને અર્પણ કર્યું છે.

Advertisement

ગ્રામ પંચાયત કચેરીએ અગ્રણી, આગેવાનો, સરપંચ, ઉપસરપંચ, સદસ્યો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રતાપભાઈ બાલાણીએ જણાવેલ કે લોધીકા મારી જન્મભૂમિ છે, મારુ વતન છે અને વતનનું ઋણ અદા કરવા આપ સૌની સમક્ષ આભારની લાગણી સહ નાની રકમનું દાન અર્પણ કરેલ છે.

આ તકે ગ્રામજનો તરફથી દાતા પ્રતાપભાઈ બાલાણીનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છથી સરપંચ તરફથી ગ્રામજનો વતી આભાર સાથે અભિવાદન કરવામાં આવેલ. મજુર થયેલ કામમાં લોધીકડી નદી ઉપર ૨૦ ૨૦ની ગોળાઈ તથા ૧૦૦ ફુટ ઉંડો કુવો તથા બાંધકામ, પાઈપલાઈન, ઓરડી, મોટર વગેરેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૧૩ લાખ જેવી રકમ થકી આ કુવાનું નિર્માણ થશે જેથી ઉનાળા પહેલા આ કામ પૂર્ણ થતા લોધીકાની જનતાને પીવાના પાણીનો પ્રશ્ન હળવો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.