Abtak Media Google News

સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા ભકિત-ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ યોજાશે: તૈયારીઓ પુરજોશમાં: ભુદેવો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ઇશ્ર્વરીયા મહાદેવના સાનિઘ્યમાં ભગવાન પશુરામના મંદીર ખાતે આગામી તા. ૭-૫-૧૯ ના મંગળવારે સવારે ૧૦ કલાકે પરશુરામજીની મહાપુજા, સાંજે સાત કલાકે મહાઆરતી અને રાત્રે ૮ કલાકે મહાપ્રસાદ નો કાર્યક્રમ યોજાશે.

પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવનાર છે. તેમની ગણના શ્રીહરીના દશાવતારોમાં થાય છે. તેના પરથી જ તેમનું મહત્વ સમજી શકાય છે. ભગવાન પરશુરામ યોગ વેદ અને નીતિમાં પારંગત હતા. બ્રહ્મમાસ્ત્ર સહિત વિભિન્ન દિવ્યાસ્ત્રોના સંચાલનમાં પણ તેઓ પારંગત હતા. તેમના કઠોર તપથી પ્રસન્ન થઇને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી તપસ્પારત ભુલોક પર રહેવાનું વરદાન આપ્યું હતું.

ત્યારે આગામી તા. ૭-૫ ના રોજ મંગળવારે અખાત્રીજના પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ છે ત્યારે શહેરની ભાગોળે આવેલ માધાપર સ્થિત ઇશ્ર્વરીયા મહાદેવના સાનિઘ્યમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નીમીતે અનેક વિધ કાર્યક્રમો યોજાશે ત્યારે ભગવાન પરશુરામની જન્મ જયંતિની તડામાર તૈયારીઓનો જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને ભુદેવોમાં અદમ્ય ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ પણ તા. ૭-૫ ના મંગળવારે અખાત્રીજના પાવન અવસરે પરશુરામ જન્મજયંતિ અંતર્ગત સવારે ૧૦ કલાકે પરશુરામજીની મહાપુજા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે અને ભકિતભજન અને ભોજનનો અનેરો ત્રિવેણી સંગમ સર્જાશે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ જીલ્લાના પ્રમુખ પંકજ રાવલે પરશુરામ જન્મોત્સવને ઉજવવા સૌરાષ્ટ્રભરમાંથી સમસ્ત ભુદેવોને ઉમટી પડયા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં તમામ તડગોળના પ્રમુખ- મહામંત્રીઅ, સમાજ શ્રેષ્ઠીઓ ઉ૫સ્થિત રહેશે તેમજ આ કાર્યક્રમને સંપૂર્ણ સહયોગ પ્રદીપભાઇ રાવલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંપડી રહ્યો છે.ધર્મોત્સવને સફળ બનાવવા નિરેજનભાઇ દવે, દિપકભાઇ સુડીયા, અજયભાઇ સાતા, દિપકભાઇ ભટ્ટ, સવિયભાઇ રાવલ અને મોહીતભાઇ લહેરુએ અબતક ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.